NASAને ક્રેશ થયેલી અજ્ઞાત સ્પેસશિપ જેવો કાટમાળ મળ્યો, રોવરના લેન્ડિંગ સમયે વપરાતાં સાધનો હોવાની ચર્ચા

નાસાના ડ્રોન હેલિકોપ્ટરે મંગળ ગ્રહ પર એલિયન સ્પેશિપના કાટમાળની તસવીરો શેર કરી છે. જેનું પ્રાથમિક અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે આ પરગ્રહવાસીની સ્પેસશિપની લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયેલો કાટમાળ હોઈ શકે છે. એટલું જ નહીં નાસાએ પણ આની તસવીરો શેર કરી છે અને આ અંગે વિગતવાર માહિતી આપી છે, તો ચલો આપણે આ ઘટના પર નજર કરીએ…

વર્લ્ડવાઇડ 1000 કરોડની કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની

‘KGF 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજય દેવગનની ‘રનવે 34’ તથા ટાઇગર શ્રોફની ‘હીરોપંતી 2’ બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી કરી શક્યા નથી. યશની ‘KGF 2’ના હિંદી વર્ઝને 350 કરોડથી વધુની કમાણી કરી છે. વર્લ્ડવાઇડ એક હજાર કરોડથી વધુ કમાણી કરનાર ભારતની આ ચોથી ફિલ્મ છે.

હવે ડોક્ટર, એન્જિનિયર ભૂલી જાઓ; વિદેશમાં જઈને એનિમેશન, સાઇકોલોજી, સ્ટોક માર્કેટ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટના કોર્સ કરીને કમાણી કરો

ગુજરાતી સ્ટુડન્ટ્સ હવે ગ્લોબલી છવાઈ રહ્યા છે. ગુજ્જુ સ્ટુડન્ટ્સ માટે ઈન્ડિયામાં અભ્યાસ કરવાની તકો સારી જ છે, પણ અભ્યાસ કર્યા પછી મહેનત મુજબ કમાણી થતી નથી. આ કારણથી ગુજરાતી સ્ટુડન્ટ્સનો પ્રવાહ વિદેશ તરફ ધસમસી રહ્યો છે. વિદેશમાં જવાનાં ત્રણ મુખ્ય કારણ છે. બ્રાઈટ ફ્યુચર બને. મહેનત મુજબ પૈસા મળે અને સ્ટેટસ પણ ગણાય. પહેલાં તો એવું હતું કે ગુજ્જુ સ્ટુડન્ટ્સના ટિપિકલ ગુજ્જુ પેરેન્ટ્સ બે દિશામાં જ વિચારતા. કાં તો એનો દીકરો કે દીકરી ડોક્ટર બને, કાં તો એન્જિનિયર બને. આનાથી વિશેષ પેરેન્ટ્સ વિચારતા નથી, આજે પણ વિચારી શકતા નથી, પણ આજની જનરેશન પેરેન્ટ્સ કરતાં વિચારવામાં બે સ્ટેપ આગળ છે. વિદેશમાં કઈ પ્રકારના કોર્સ થાય છે. ભણતાં-ભણતાં કમાણી કરી શકાય છે, આ બધી જ તેમને ખબર છે અને હવે આજની જનરેશન પોતાનો રસ્તો બનાવતા શીખી ગઈ છે.

6-12 વર્ષનાં બાળકો માટે કોરોના વેક્સિનને આપવામાં આવી મંજૂરી, જાણો સમગ્ર પ્રક્રિયા

કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે બાળકોમાં પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે. બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત અનેક જગ્યા પર સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. આ વચ્ચે DCGI એ બાળકોની વેક્સિનને મંજૂરી આપી છે.

વૉટ્સએપથી પેમેન્ટ કરવા પર મળશે કેશબેક, બસ કરવું પડશે આ નાનું કામ

આજે સોશિયલ મીડિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તો કંપનીઓ પણ ગ્રાહકોને અવનવી સુવિધા આપી રહ્યા છે. આ વચ્ચે whatsapp દ્વારા ડિજિટલ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ વધારવા માટે cashback offer લાવી રહ્યા છે. કંપની whatsapp પર યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા અલગ-અલગ કોન્ટેક્ટને પૈસા મોકલીને ત્રણ વાર સુધી 11 રૂપિયાનો કેશબેક જીતવાની ઓફર આપી રહી છે. આ સાથે તમને 33 રૂપિયા સુધીનો કેશબેક મળશે.

આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80%થી વધુ પાણી છે બાકીના તમામ જળાશયોમાં ઓછું પાણી છે

રાજ્યભરમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ રહ્યું હતું. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો અમદાવાદમાં પણ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશે. 1 મે બાદ ગરમીથી રાહત મળી શકે છે.

શું ચીનના ઈશારે ટ્વિટરને ચલાવશે મસ્ક? કેમ એમેઝોનના માલિક જેફ બેજોસે ઉઠાવ્યા સવાલ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયન એટલે કે 3368 બિલિયન રૂપિયામાં ખરીદી છે. મસ્ક દ્વારા ટ્વિટર ખરીદતાની સાથે જ બીજી ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે સવાલ ઉઠાવ્યો છે કે શું મસ્ક ટ્વિટરના માલિક બનવાથી તેના પર ચીનનું વર્ચસ્વ વધશે? વાસ્તવમાં, મસ્કને તેની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના કારણે ચીન સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.

અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 95%નો વધારો, દિલ્હી-યુપી-હરિયાણામાં સૌથી વધુ કેસ; ચોથી લહેરનું કેટલું જોખમ?

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસમાં 95%નો વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલા કુલ કોરોના કેસમાંથી બે તૃતિયાંશ કેસ દિલ્હી, હરિયાણા અને યુપીમાંથી જ આવ્યા છે.

30 એપ્રિલે સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસનો યોગ બનશે, ગ્રહણ મોડી રાતે 12.15 કલાકે શરૂ થશે

શનિવાર, 30 એપ્રિલના રોજ સૂર્ય ગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં જોવા મળશે નહીં. કેમ કે તે સમયે અહીં રાત હશે. આ કારણે ભારતમાં ગ્રહણને લગતી ધાર્મિક માન્યતાઓ અને સૂતક વગેરેનું મહત્ત્વ રહેશે નહીં. જે જગ્યાએ ગ્રહણ જોવા મળે નહીં, તે સ્થાને સૂતક પાળવામાં આવતું નથી. જેથી ગ્રહણ અંગે કોઈપણ પ્રકારની શંકામાં પડવું નહીં. આ દિવસે પૂજા-પાઠને લગતાં બધા જ કામ કરવામાં આવી શકશે. તમે ઇચ્છો તો નદી સ્નાન અને દાન-પુણ્ય વગેરે શુભ કામ કરી શકો છો.