ગુજરાતમાં બે મહિનામાં 10થી વધુ ધોરણ 10-12ના વિદ્યાર્થીના આપઘાત, ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે માસૂમો

  • કોઈ વિદ્યાર્થીએ કૂદી, ગળેફાંસો, અસિડ પી, ઝેરી દવા પી આપઘાત કર્યા
  • પરીક્ષામાં જ હાર્ટ એટેક, ખેંચ, ચક્કર આવવાના કિસ્સામાં પણ વધારો

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ સાથે સ્કૂલોની પરીક્ષા પણ ચાલી રહી છે. ત્યારે ચારેતરફથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યાં છે. કોરોના બાદ અભ્યાસને પહોંચેલી અસરને કારણે નબળા મનના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી શક્તા નથી અને મોત વ્હાલું કરી રહ્યાં છે. માસૂમ વિદ્યાર્થીઓ જેમણે જિંદગી જોઈ પણ નથી, તેઓ અંતિમ પગલાં લઈ રહ્યા છે. આ સાથે જ પરીક્ષામાં પણ હાર્ટ એટેક, ખેંચ, ચક્કર આવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજઅપડેટ્સ એક્સપર્ટ પાસેથી વિદ્યાર્થીઓના આપઘાતના કારણો અને તેના માટે શું કરી શકાય એ અંગે જાણ્યું હતું.

એક્સપર્ટના વ્યૂ પહેલા જાણીએ છેલ્લા 2 મહિનામાં વિદ્યાર્થીઓએ કરેલા આપઘાતના કિસ્સાઓ અંગે જાણીએ