તિરંગામાં લપેટાઈને ઘરે આવેલ ગુજરાતના શહીદ વીર સુપુતની આ ઇચ્છા કાયમને માટે રહી ગઈ અધૂરી

ગઈકાલે જ ખેડા જિલ્લાના વધુ એક જવાને મા ભોમની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કપડવંજમાં આવેલ વણઝારિયા ગામના 25 વર્ષનો જવાન જમ્મુમાં આતંકીઓની સાથે અથડામણમાં શહીદ થયા હતા. જવાનની શહીદીના સમાચાર મળતાની સાથે જ 2,500 ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન થયું હતું. ગામના હરીશ સિંહ વાઘાભાઈ પરમાર નામના નવયુવાન આજે જમ્મુમાં શહીદ થયાના સમાચાર મળતા જ ગ્રામજનો તેમના ઘરે ઉમટી પડ્યા હતા.

 

ખેડૂતના ઘરે જન્મેલ હરેશસિંહને બાળપણથી જ આર્મીમાં જોડાવાનો ખુબ શોખ હતો. જેઓને કોલેજના સૌપ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડીને દેશ સેવામાં જોડાઈ ગયા હતા. વર્ષ 2016માં હરીશસિંહ રાઘાભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. આ સમયે તેઓને આસામમાં સૌપ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું.

બાદમાં તેઓ જમ્મુમાં ફરજ બજાવી રહ્યા હતા. વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં 2 દીકરાઓ છે કે, જેમાં હરીશસિંહ કે, જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે બીજો દીકરો સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે. જમ્મુના પુંછ વિસ્તારમાં આતંકીઓ સાથેની જૂથ અથડામણમાં જવાન શહીદ થતાં આખું ગામ, હરીશ પરમાર ના મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓ પણ શોક મગ્ન બન્યા છે.

ફક્ત 2,500 વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો મા ભોમની રક્ષા સાથે સંબંધ રહેલો છે. આ ગામમાં 2,500 લોકો વસવાટ કરે છે કે, જેમાંથી 5 નવયુવાન ભારતીય સૈન્યમાં ફરજ બજાવી રહ્યા છે તેમજ 30 કરતા પણ વધુ નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રયાસ પણ કરી રહ્યા છે. આ સમયે આ નાનકડા ગામના યુવાને માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

શહીદ જવાન છેલ્લે મે માસમાં લગ્ન કરવા માટે વતન વણઝારીયામાં આવ્યા હતા. તેઓને ધામધૂમપૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી પણ કોરોનાને લીધે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ હોવાથી બાદમાં લગ્ન કરીશ તેમ કહી 2 જૂનના રોજ નોકરી પર પાછા ફર્યા હતા.

પરંતુ કોને ખબર હતી, કે આ સમયે નોકરી પર જઈ રહેલ હરીશસિહ આ રીતે ઘરે પાછા ફરશે. હરીશસિંહના પિતા રાધાભાઈ પરમારની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે, શનિવારે બપોરના 12 વાગ્યાના સુમારે જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે, હરીશસિંહ શહીદ થઈ ગયા છે. આ સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો. આની સાથે મને ગૌરવ પણ થયું હતું કે, મારા દીકરાએ મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી લીધી છે.

મોટાભાઈ રાજેન્દ્રસિંહે 3 વર્ષ આર્મીના ફરજ બજાવી:
કપડવંજનું વણજારીયા ગામ ભલે ફક્ત 2,500ની વસ્તી ધરાવતું હોય પણ આ ગામના લોકો માતૃ ભુમી સાથે જોડાયેલા છે. જો વાત કરીએ તો રાઘાભાઇ પરમારના પરિવારની તો પહેલા તેમનો અન્ય દીકરો પણ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. જેનું નામ રાજેન્દ્રસિંહ પરમાર છે.

રાજેન્દ્રસિંહ વર્ષ 2011માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. જેઓએ વર્ષ 2014 સુધી ઇન્ડિયન આર્મીના વિવિધ કેમ્પ પર ફરજ બજાવી હતી. રાજેન્દ્રસિંહ જણાવે છે કે, અમે 2011માં ભરતી થયા પછી જમ્મુ, હૈદરાબાદ, હિમાચલ જેવા અનેક પ્રદેશોમાં ફરજ બજાવી હતી.

આ 3 વર્ષ દરમિયાનની સેવા દરમિયાન તેઓએ 22 જેટલી અલગ અલગ જગ્યા પર પોસ્ટીંગ મેળવ્યું હતું. જયારે કેટલાક પારિવારિક કારણોસર તેઓ નોકરી છોડીને ઘરે પાછા ફર્યા હતા. બાદમાં વર્ષ 2016માં તેમના ભાઈ હરીશ સિહને ભારત માતાની સેવાનો મોકો મળતા તેઓ આર્મીમાં જોડાઈ ગયા હતા.

તેને અભ્યાસમાં ઓછો અને દેશ સેવામાં વધુ રસ હતો:
અમે સ્કૂલ સમયથી સાથે અભ્યાસ કરી રહ્યા હતા. કોલેજ પણ અમે સાથે જ જોઈન કરી હતી. સૌપ્રથમ વર્ષમાં જ તેને આર્મીમાં પ્રવેશ મળતા તેણે કોલેજનો અભ્યાસ છોડીને આર્મી જોઈન કરી લીધુ હતું. તેને બાળપણથી જ અભ્યાસમાં ઓછો તેમજ દેશ સેવામાં વધુ રસ હતો. તે હંમેશા અમને પણ આર્મી જોઈન કરવા માટે કહેતો રહેતો હતો આવું વિજય પરમારે જણાવ્યુ હતું.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @gujupdates પેજ લાઇક કરો. આભાર…