ઈન્સ્ટાગ્રામની આદત છોડાવવામાં મદદ કરશે આ ફીચર, બસ દરરોજની એક મિનિટનો સમય આપોJoin Our Whatsapp Group
Join Now

ઈન્સ્ટાગ્રામ એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ સોશિયલ મીડિયાએ ૨ મિલિયન યુઝરનો આંકડો પાર કર્યો હતો. આજકાલ આ એપને તેના નવા વીડિયો શેરિંગ ફીચર રીલ્સ (Instagram Reels)ના કારણે પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. જોકે, આ એપ્લિકેશન તેમાંની એક છે જે રોજિંદા સમયમાં ખૂબ જ વધારે પડતી ઉપયોગમાં લેવામાં આવે છે. યૂઝર જો એકવાર આ એપને ઓપન કરે છે તો તે આ પ્લેટફોર્મ પર લાંબો સમય વિતાવે છે. લોકોને આ એપ પર લાંબો સમય વિડીયો સ્ટ્રીમિંગ કરવાની ટેવ પડી ચુકી છે. આ માટે એપ્લિકેશન યુઝર્સને ડેઇલી યુસેજ લિમિટ (Daily Time Limit) સેટ કરવાની મંજૂરી આપે છે. આ માટે યુઝર્સે એક એપનો ઉપયોગ કરવાનો રહેશે.

મેટાની માલિકી હેઠળ ઇન્સ્ટાગ્રામે વર્ષ 2018માં તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યું હતું, જે યુઝર્સને એપ્લિકેશનના ઉપયોગ માટે ડેઇલી ટાઈમ લિમિટ સેટ કરવાની પરમિશન આપે છે. આ ફીચરને ફર્મના રોજબરોજના વેલબિઈંગ ટૂલ્સના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. યુઝર્સ માટે કુલ છ વિકલ્પો ઉપલબ્ધ છે: 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ, એક કલાક, બે કલાક અને ઑફ. યુઝર્સ એપ્લિકેશનનો ઉપયોગ કરીને એપ્લિકેશનની ટેકે અ બ્રેક સુવિધા હેઠળ સમય વિરામ લેવા માટે રીમાઇન્ડર્સ પણ બનાવી શકે છે. યુઝર્સ 30 મિનિટ, 20 મિનિટ અથવા 10 મિનિટ સુધી એપ્લિકેશનનો સતત ઉપયોગ બંધ કરી શકે છે.

Instagram

આ રીતે IOS અને Android પર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન્સ પર ડેઇલી ટાઈમ લિમિટ સેટ કરો

 • સ્ટેપ-1 તમારી પ્રોફાઇલને એક્સેસ કરવા માટે સ્ક્રીનની નીચે જમણી તરફ તમારી પ્રોફાઇલ ઇમેજ પર ટેપ કરો.
 • સ્ટેપ-2 ત્યારબાદ ડ્રોપ-ડાઉન મેનુમાંથી હેમબર્ગર મેનુ પસંદ કરો.
 • સ્ટેપ-3 Your Activityપર ટેપ કર્યા બાદ ડ્રોપ-ડાઉન મેનુમાંથી સમય પસંદ કરો.
 • સ્ટેપ-4 ત્યારબાદ તમારી જરૂરિયાતો અનુસાર ડેઇલી ટાઈમ લિમિટ સેટ કરો.
 • સ્ટેપ-5 તમે જે સમય પછી એપમાંથી બહાર નીકળવા માગો છો તે સમય પસંદ કરો.
 • સ્ટેપ-6 ત્યારબાદ Done પર ટૅપ કરો.
See also  Village Maps of Gujarat | Download / View Your Village Map
Instagram 1

આ રીતે IOS અને Android પર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર બ્રેક ટાઇમ સેટ કરો

 • સ્ટેપ-1 એપમાં તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો.
 • સ્ટેપ-2 હેમબર્ગર મેનુ પસંદ કરો.
 • સ્ટેપ-3 ત્યારબાદ Your Activityમાં જાઓ અને પછી ટાઈમ સેટ કરો.
 • સ્ટેપ-4 આગામી સ્ક્રીન પર બ્રેક વિકલ્પ પસંદ કરવા માટે સેટ રિમાઇન્ડર પર ટૅપ કરો.
 • સ્ટેપ-5 તમે એપ્લિકેશનમાંથી ડિસ્કનેક્ટ રહેવા ઇચ્છતા હોવ તે સમયને પસંદ કરો.
 • સ્ટેપ-6 ત્યારબાદ Done પર ટૅપ કરો.