દિલ્હી સરકારે ફરી પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું, માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરાશેJoin Our Whatsapp Group
Join Now

દિલ્હીમાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામં આવ્યું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ બુધવારે તેમની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરવામાં આવશે. આ બેઠકમાં સ્કૂલો બંધ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. DDMA ના જણાવ્યા પ્રમાણે, કોવિડના નવા વેરિયન્ટ B. 1.10, B.1.12 વેરિયન્ટના પ્રાથમિક સંકેત મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દુનિયાની સાથે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે મંગળવારે દિલ્હીમાં 632 નવા કેસ નોંધાયા છે. જોકે પોઝિટિવ રેટમાં ઘટાડો નોંધાયો છે. પોઝિટિવ રેટ 7.72%થી ઘટીને 4.42% થયો છે. સારી વાત એ છે કે, છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી. નવા કેસ આવ્યા પછી દિલ્હીમાં એક્ટિવ કેસ 1900થી વધારે થઈ ગયા છે.

છેલ્લાં 45 દિવસમાં મુંબઈમાં સૌથી વધારે નવા કેસ આવ્યા

મુંબઈમાં એક વાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. 45 દિવસમાં અહીં સૌથી વધારે નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોવિડના 85 નવા કેસ નોંધાયા છે. આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો કુલ 137 નવા કેસ નોંધાયા છે, ત્રણ લોકોના મોત થયા છે. નવા કેસ નોંધાયા પછી રાજ્યમાં હવે કુલ એક્ટિવ કેસ 660 થઈ ગયા છે.

5 ફોલ્ડ સ્ટ્રેટજી પર કામ કરવાની સલાહ

ભારતમાં રોજ નવા આવતા કેસમાં દિલ્હી સહિત અન્ય ચાર રાજ્યોમાં પણ કેસ વધી રહ્યા છે. અહીં પોઝિટિવ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રએ વેક્સિન અને પ્રિકોશન ડોઝ વધારવા વિશે કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટજી પર કામ કરવા કહ્યું છે. તેમાં ટેસ્ટ, ટ્રેક, વેક્સિન અને કોવિડ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

See also  NHB Recruitment 2022: For 14 Officers Posts, Apply Now
Covid
કેન્દ્ર સરકારે રાજ્યોમાં વેક્સિન અને પ્રી-કોશન ડોઝ વધારવાની સલાહ આપી છે

દિલ્હીમાં સાપ્તાહિક કેસમાં 170 ટકાનો વઘારો

સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં 12 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસની સંખ્યા 998 હતી જે 19 એપ્રિલે વધીને 2,671 થઈ, અહીં કોવિડ પોઝિટિવ રેટમાં પણ 1.42 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તે આંકડો ગયા સપ્તાહે 3.49%નો હતો.

હરિયાણામાં 12 એપ્રિલે પૂરા થતાં સપ્તાહમાં 521 નવા કેસ નોંધાયા હતા, જે 19 એપ્રિલ સુધી વધીને 1,299 થયા છે. ગયા સપ્તાહે પોઝિટિવ રેટ 1.22 ટકાથી વધીને 2.86 ટકા થઈ ગયો છે. ઉત્તરપ્રદેશમાં 12 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસની સંખ્યા 217 હતી જે 19 એપ્રિલ સુધી વધીને 637 થઈ ગઈ છે. અહીં પોઝિટિવ રેટ ગયા સપ્તાહે 0.03 ટકા હતો જે વધીને હવે 0.09 ટકા થઈ ગયો છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસ: 4,30,47,594
  • એક્ટિવ કેસ: 12,340
  • કુલ રિકવરી: 4,25,13,248
  • કુલ મોત: 5,22,006
  • કુલ વેક્સિન: 1,86,90,56,607