57 વર્ષ પહેલા હલવાઈએ કર્યો પ્રયોગ, આજે છે 10 કરોડનો વેપાર

પુષ્કરના માલપુર કે બ્યાવરની તિલપટ્ટી, નસીરાબાદની કચોરી હોય કે ખ્વાજા નગરીનો સોનહલવો. જો કે આ બધાંથી પણ ચઢિયાતો છે અજમેરનો સ્વાદ. અહીં એક એવો પણ સ્વાદ છે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ સ્વાદ છે- મેંગો કલાકંદનો. ફળોમાં રાજા ગણાતા કેરીની સૌથી ઉમદા જાતમાંથી તૈયાર થનારી આ મિઠાઈ માત્ર અજમેરમાં જ મળે છે. લગભગ 57 વર્ષ પહેલા એક હલવાઈએ પ્રયોગ કર્યો અને આજે તેનો સ્વાદ અજમેરની ઓળખ બની ગઈ. આ મિઠાઈ ખાવાના શોખીને વિદેશોમાં પણ છે. રાજસ્થાની સ્વાદનો લુફ્ત ઉઠાવવાની આ કડીમાં તમને લઈ જઈએ, દરગાહ બજારની તે ગલીઓમાં જ્યાં તૈયાર થાય છે મેંગો કલાકંદ….

ત્રીજી પેઢી સંભાળી રહી છે આ કામને

મેંગો કલાકંદ બનાવવાનો શ્રેય હલવાઈ પન્નાસિંહને જાય છે. લગભગ 57 વર્ષ પહેલા 1965માં પન્ના સિંહે નાનકડી દુકાનથી તેની શરૂઆત કરી હતી. આજે તેમની ત્રીજી પેઢી પણ આ જ વેપાર સાથે જોડાયેલી છે. પન્ના સિંહના પૌત્ર અને શ્રી લક્ષ્મી સ્વીટ્સના માલિક બીનુભાઈ જણાવે છે કે તેમના દાદા પન્નાસિંહ પહેલા દૂધ વેચવાનું કામ કરતા હતા. વેચાણ ઓછું થવાને કારણે જ્યારે દૂધ વધવા લાગ્યું તો તેમને તેમાંથી મિઠાઈ બનાવવાની શરૂઆત કરી.

એક જૂની તસવીરમાં લક્ષ્મણ સિંહ અને પન્ના સિંહ

સૌથી પહેલા તેમને દૂધને ફાડીને કલાકંદ બનાવ્યું, પરંતુ પન્ના સિંહ સૌથી યૂનિક મિઠાઈ તૈયાર કરવા માગતા હતા. ત્યારે તેઓએ કલાકંદના સ્વાદ પર જ અનેક પ્રયોગ કર્યા. ત્યારે કેરીની સીઝન શરૂ જ થઈ હતી. પન્ના સિંહે કેરીની સૌથી મીઠી અને ઉમદા જાત અલ્ફાન્સો મંગાવ્યા અને નવી મિઠાઈ તૈયાર કરી. નામ રાખ્યું મેંગો કલાકંદ. કલાકંદમાં મેંગોનો સ્વાદે લોકોને એટલા દીવાના બનાવ્યા કે ડિમાન્ડ વધવા લાગી. ત્યારે પન્ના સિંહ પાસેથી અનેક મિઠાઈ બનાવનારાઓએ મેંગો કલાકંદ બનાવવાની રીત શીખી. પન્ના પછી તેમના પુત્ર લક્ષ્મણ સિંહ અને હવે પૌત્ર બીનૂ સિંહ પણ આજ વેપાર સાથે જોડાયેલા છે.

કેટલીક ખાસ દુકાનોમાં જ બને છે મિઠાઈ

અજમેરમાં લગભગ 100થી વધુ મિઠાઈઓની દુકાન છે, પરંતુ મેંગો કલાકંદ માત્ર કેટલીક ખાસ દુકાનોમાં જ બને છે. તેનું કારણ છે કે શહેરની લગભગ ચાર-પાંચ દુકાનો પાસે જ છે મેંગો કલાકંદ તૈયાર કરનારા કારીગરો, જેઓ યોગ્ય રેસિપી જાણે છે. મેંગો કલાકંદ બનાવવાનો પ્રયાસ ઘણાં લોકોએ કર્યો, પરંતુ તેવો સ્વાદ ન લાવી શક્યા. એવામાં તેમને આ કામ બંધ જ કરવું પડ્યું.

10 કરોડથી વધુ છે વાર્ષિક વેપાર

બીનૂ ભાઈના જણાવ્યા મુજબ મેંગો કલાકંદ આમ તો આખા વર્ષ દરમિયાન તૈયાર થાય છે, પરંતુ સીઝનમાં ડિમાન્ડ વધુ રહે છે. એક કિલો મેંગો કલાકંદનું વેચાણ 500 રૂપિયા કિલોએ થાય છે. રોજ લગભગ 500-700 કિલો મેંગો કલાકંદ વેચાય છે. એટલે કે એક અનુમાન મુજબ લગભગ 10 કરોડ રૂપિયા વર્ષે શહેરના વેપારીઓ કમાય લે છે.

અલ્ફાંસો મેંગોમાંથી તૈયાર થાય છે

મેંગો કલાકંદ કોઈ પણ કેરીમાંથી તૈયાર થઈ શકે છે, પરંતુ બીનૂ ભાઈ માત્ર અલ્ફાંસો કેરીમાંથી જ બનાવે છે. એનું કારણ છે કે અલ્ફાંસોનો ઉમદા સ્વાદ. ઓફ સીઝનમાં તેઓ આ કેરીને કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે, કે જેથી શોર્ટેજ ન થાય. તેના માટે કેરી ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના દેવગઢથી મંગાવે છે.

દુબઈમાં વધુ ડિમાન્ડ

સામાન્ય રીતે મેંગો કલાકંદ લગભગ 3 દિવસ સુધી ખરાબ નથી થતું, પરંતુ હવે તેની ડિમાન્ડ વિદેશમાં વધવા લાગી છે. દુબઈમાં રહેતા ભારતીયો પણ અહીંથી જ મંગાવે છે. એવામાં વધુ દિવસ સુધી બગડે નહીં તે માટે તેને ખાસ સ્ટ્રોંગ બનાવે છે. તેના કારણે પાંચ કિલો કલાકંદ ચાર કિલો જ વધે છે.