વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે QUAD સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થયા હતા. તેઓ સોમવારે સવારે ટોક્યો પહોંચ્યા હતા. અહીં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ મોદી-મોદીના નારા પણ લગાવ્યાં હતાં. વડાપ્રધાન મોદી મંગળવાર સાંજ સુધી જાપાનમાં રોકાવાના છે.
જાપાનની 40 કલાકની મુલાકાત દરમિયાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની …