લગ્ન માટે દિલ્હી અને લખનઉથી સ્પેશિયલ શેફ આવશે, 25 વીગન ફૂડ કાઉન્ટર્સ પણ હશે

  • મેન્યુમાં નેશનલ અને ઈન્ટરનેશલ ફૂડ્સની વેરાયટી પણ હશે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા જોરમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કપલના લગ્ન માટે દિલ્હી અને લખનઉથી સ્પેશિયલ શેફને બોલાવવામાં આવ્યા છે. એટલું જ નહીં લગ્નમાં થનારી દુલ્હન આલિયા માટે 25 સ્પેશિયલ વીગન ફૂડ કાઉન્ટર્સ પણ હશે.

મેન્યુમાં નેશનલ અને ઈન્ટરનેશલ ફૂડ્સની વેરાયટી પણ હશે

બોલિવૂડ લાઈફના રિપોર્ટ્સના અનુસાર, કપૂર ફેમિલી ખાવાની શોખીન છે. આ કારણ છે કે નીતુ કપૂરે પોતાના દીકરાના લગ્ન માટે દિલ્હી અને લખનઉથી સ્પેશિયલ શેફને હાયર કર્યા છે. લગ્નમાં નેશનલ અને ઈન્ટરનેશનલ ફૂડ્સની વેરાયટી હશે. સાથે જ દિલ્હીની સ્પેશિયલ ચાટનું એક અલગ કાઉન્ટર હશે. આલિયા વીગન છે, તેથી લગ્નમાં 25 કાઉન્ટર્સ વીગન અને વેજીટેરિયન ફૂડ્સના હશે.

17 એપ્રિલે પંજાબી રીતિ રિવાજથી લગ્ન કરશે રણબીર-આલિયા

આલિયા ભટ્ટના કાકાએ ગુજઅપડેટ્સ સાથે કન્ફર્મ કર્યું છે, કપલના વેડિંગ ફેસ્ટિવિટીઝ 14 એપ્રિલથી શરૂ થઈ જશે. બંનેના પ્રી-વેડિંગ ફેસ્ટિવિટીઝ અને ગ્રાન્ડ લગ્ન ચેમ્બુર સ્થિત RK હાઉસમાં થશે. 3-4 દિવસની સેરેમની પછી કપલ પંજાબી રીતિ રિવાજથી 17 એપ્રિલના રોજ લગ્ન કરશે. રિપોર્ટ્સના અનુસાર, પંજાબી ટ્રેડિશનલથી લગ્ન કર્યા પછી રણબીર-આલિયા મુંબઈના ગુરુદ્વારામાં લંગર કરાવશે. રણબીર કપૂરના પેરેન્ટ્સ રિશી કપૂર તથા નીતુ સિંહે પણ લગ્ન બાદ લંગર કરાવ્યું હતું.

લગ્ન પછી ગુરુદ્વારામાં લંગર કરાવશે કપલ

કપલના નિકટનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયા તથા રણબીર પંજાબી વિધિથી લગ્ન કરવાનાં છે, જેમાં એક રિવાજ ગુરુદ્વારામાં લંગર આપવાનો પણ છે. આ લંગર જુહુ તથા બાંદ્રાની વચ્ચે આવતા ગુરુદ્વારામાં કરાવવામાં આવશે. આ દરમિયાન રણબીર-આલિયા હાજર રહેશે નહીં, પરંતુ તેમના નામની પ્રાર્થના કરવામાં આવશે અને ભોજન કરાવવામાં આવશે.

કપલે વેડિંગ ટીમ સાથે ‘નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ’ સાઈન કરાવ્યા

ચર્ચા એવી છે કે આલિયા તથા રણબીરે વેડિંગ ટીમ પાસે NDA (નોન ડિસક્લોઝર એગ્રીમેન્ટ) સાઇન કરાવ્યો છે. આ કોન્ટ્રેક્ટ હેઠળ કોઈપણ લગ્ન વિશેની માહિતી કોઈને આપી શકશે નહીં. મેકઅપ આર્ટિસ્ટ, સ્ટાઇલિસ્ટ, મહેંદી આર્ટિસ્ટ પાસે પણ આ જ પ્રકારનો કોન્ટ્રેક્ટ કરાવવામાં આવ્યો હતો. તેમની વેડિંગ ટીમ ‘ધ શાદી સ્ક્વૉડ’ પાસેથી પણ આ એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવ્યો છે. કોન્ટ્રેક્ટના અનુસાર, કોઈને પણ કપલના લગ્ન વિશે બોલવાની કે કોઈપણ પ્રકારના ફોટો લીક કરવાની મંજૂરી નથી.

14 એપ્રિલના રોજ કપલની મહેંદી સેરેમની

રિપોર્ટ્સના અનુસાર, વેડિંગ વેન્યુ RK હાઉસમાં બંનેના લગ્નની તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. કપલના પ્રી-વેડિંગ ફેસ્ટિવિટીઝ પણ પંજાબી રીતિ રિવાજથી થશે. જો કે વેડિંગ ડેટ વિશે બંને ફેમિલીની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર કન્ફર્મેશન નથી મળ્યું. બંનેના પરિવાર લગ્નને સીક્રેટ રાખવા માગે છે. 14 એપ્રિલે કપલની મહેંદી સેરેમની છે. તેના પછી હલ્દી, સંગીત સહિત તમામ સેરેમની થશે.

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ 16 એપ્રિલના રોજ લગ્ન કરવાના છે. બંને ચેમ્બુર સ્થિત RK હાઉસમાં ફેરા ફરશે. સૂત્રોએ કહ્યું કે, ફેમિલીનો અર્થ ‘ધ વર્લ્ડ ફોર ધ કપૂર’ છે. કદાચ આ પેઢીના આ છેલ્લા કપૂર લગ્ન છે. તેથી તેઓ પોતાના રૂટ્સને નજીક રાખવા માગે છે. આ ભવ્ય બંગલામાં વિશાળ લૉન છે અને કપલના લગ્નમાં મિત્રો, ફેમિલી અને ગેસ્ટ માટ સમાઈ શકે તેટલી જગ્યા છે. રણબીર કપૂરના પેરેન્ટ્સ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન 20 જાન્યુઆરી 1980માં RK હાઉસમાં જ થયા હતા.

લગ્નમાં સામેલ થનાર સેબેલ્સનું લિસ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના આ ગ્રાન્ડ વેડિંગમાં બંનેની ફેમિલી, ફ્રેન્ડ્સ, અને ઘણા સેલેબ્સ પણ સામેલ થશે. આ લગ્નમાં સામેલ થનાર કેટલાક ગેસ્ટના નામ સામે આવી ગયા છે. કપલના બેસ્ટ ફ્રેન્ડ ડાયરેક્ટર અયાન મુખર્જી, કરન જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી, જોયા અખ્તર, વરુણ ધવન, રોહિત ધવન, ડિઝાઈનર મસાબા ગુપ્તા, શાહરૂખ ખાન, અર્જુન કપૂર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને અનુષ્કા રંજન સહિત ઘણા સેલેબ્સ લગ્નમાં સામેલ થશે.

રણબીર કપૂરે કરિયરનાં આટલાં વર્ષોમાં જે પણ ટેક્નિશિયન સાથે કામ કર્યું છે તે તમામને આમંત્રણ આપવાનો છે, જેમાં હેર-મેક અપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ્સ વગેરે સામેલ છે. આ લગ્નમાં 450થી વધુ ગેસ્ટ સામેલ થશે.

રિપોર્ટના અનુસાર, પોતાના લગ્ન પહેલા રણબીર બેચલર્સ પાર્ટી પોતાના ઘરે હોસ્ટ કરવાનો છે. આ પાર્ટીમાં સામેલ થનાર ગેસ્ટનું લિસ્ટ પણ સામે આવ્યું છે. આ પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીના તેના નજીકના મિત્રો અને બચપણના મિત્રો સામેલ થશે, બેચલર પાર્ટીમાં અયાન મુખર્જી, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ અર્જુન કપૂર જેવા સેલેબ્સને ઇન્વાઇટ કરવામાં આવશે.

હનીમૂન માટે સ્વિટ્ઝર્લેન્ડ જશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવતા મહિને આલિયા ભટ્ટ ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગ અર્થે 8-10 દિવસ સ્વિટ્ઝર્લેન્ડ જશે. કરન જોહરની આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ હીરો છે. માનવામાં આવે છે કે રણબીર કપૂર પણ સ્વિટ્ઝર્લેન્ડ જશે.