SIM સ્વેપિંગથી ક્ષણભરમાં ઉડી જશે વર્ષોની કમાણી, બચવા માટે જાણી લો આ મહત્વપૂર્ણ બાબતો

જયપુરમાં એક CA ફર્મના બે ભાગીદારોના JIO સિમ મોડી રાત્રે અચાનક એકસાથે બંધ થઈ ગયા. બંને એ વિચારીને નિરાંતે સૂઈ ગયા કે કદાચ નેટવર્કની થોડી તકલીફ હશે એટલે નેટવર્ક આવતું નથી. બીજા દિવસે સવારે સિમ ચાલુ ન થયુ ત્યારે તેમનું ટેન્શન વધી જાય છે. ત્રીજા દિવસે ખબર પડી કે તેમના બેન્ક ખાતામાં રાખેલી તમામ ડિપોઝીટ સાયબર ઠગ દ્વારા ઉડાવી દેવામાં આવી છે.

બાડમેરના બાલોત્રામાં એક ખાનગી ફેક્ટરીના મેનેજર સાથે પણ આવું જ થયું. તેમના BSNL નંબરના સિમમાં અચાનક નેટવર્ક આવતું બંધ થઈ ગયું. તેમણે નવું સિમ એક્ટિવેટ કર્યું ત્યાં સુધીમાં ફર્મ સાથે જોડાયેલા એકાઉન્ટમાં લગભગ 30 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. રાજસ્થાન પોલીસની સાયબર એક્સપર્ટ ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે બંને કેસમાં સિમ થોડા સમય માટે અન્ય રાજ્યમાં એક્ટિવેટ કરવામાં આવ્યું હતું. સાયબર ઠગો ખૂબ જ સરળતાથી ખાતા ખાલી કરી દે છે.

બંને કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે અચાનક સિમ કેવી રીતે બંધ થઈ ગયું. જો બંધ થયુ તો પણ એક જ યૂનિક નંબરથી કોઈ બીજા સ્ટેટમાં SIM ચાલુ કેવી રીતે થઈ ગયું. જ્યારે ગુજ આ બંને કેસની તપાસ સાયબર એક્સપર્ટ ટીમ દ્વારા કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. ગ્રાહકને OTP નંબર પૂછ્યા વિના, કોઈપણ વિગતો વિના, સાયબર ઠગ તમામ રેકોર્ડની ચોરી કરી શકે છે અને એક પળમાં તમારા ખાતામાં રાખેલા નાણાંની ચોરી કરી શકે છે. સાયબર ઠગોએ જાળનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ એક એવી પદ્ધતિ છે, જેમાં જોખમ નહિવત છે અને સાયબર ઠગ સરળતાથી 500-1000 કરોડ રૂપિયા પણ એક ચપટીમાં ઉડાવી શકે છે. આ સ્ટોરી દ્વારા અમે તમને સાયબર ઠગની નવી જાળ અને તેનાથી બચવાના ઉપાયો જણાવીશું.