LIC-IPO: શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં, રૂ.867 પર લિસ્ટ થયો, રોકાણકારોને શેરદીઠ 82નું નુકસાન



Join Our Whatsapp Group
Join Now

શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું છે. NSE પર LICના શેર રૂ. 77 એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર લિસ્ટ થયો હતો, જ્યારે BSE પર એ 867 પર લિસ્ટેડ થયો છે. આજે એટલે કે 17 મેના રોજ દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થયો છે. LICનો IPOને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે. ઇસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બીડ મળી હતી. પહેલા જ દિવસે LICના રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે IPOની ઈસ્યુ પ્રાઈસ 949 રૂપિયા હતી. પોલિસીહોલ્ડર્સને રૂપિયા 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એવી જ રીતે રિટેલ ઈન્વેસ્ટર્સને શેરદીઠ રૂપિયા 45નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

ગ્રે માર્કેટમાં લિસ્ટિંગ પહેલાં ઘટાડો
ગ્રે માર્કેટમાં LIC IPOનું પ્રીમિયમ (GMP) લિસ્ટિંગથી પહેલાં વધુ ઘટ્યું છે, જેને કારણે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગના સંકેતો મળ્યા હતા. સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલાં LIC IPOનો GMP શૂન્યથી 25 રૂપિયા સુઘી ઘટાડો થયો હતો. ટોચના સ્ટોક બ્રોકર્સના ડેટા મુજબ, ત્યારે LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 15 રૂપિયા નીચો છે.

ઈસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો
LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જોકે આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં એ વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોને લલચાવવામાં નિષ્ફળ રહ્યો છે. છૂટક અને અન્ય રોકાણકારો માટે 4 મેના રોજ ખૂલેલા આ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો 9 મે એ છેલ્લો દિવસ હતો. ઇસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બીડ મળી હતી.

પોલિસીધારકોનો પોર્શન 6.10 ગણો ભરાયો
પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલો પોર્શન 6.10 ગણો, સ્ટાફ 4.39 ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. QIBના ફાળવેલા ક્વોટાને 2.83 ગણી બીડ મળી છે, જ્યારે NIIનો હિસ્સો 2.91 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. મોટા ભાગના માર્કેટ એનાલિસ્ટ્સે IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.

See also  Gujarat Urja Vikas Nigam Limited Recruitment 2022

અત્યારે આટલું નેગેટિવ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ
સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલાં LIC IPOનો GMP જીરોથી 25 રૂપિયા સુધી નીચે ગયો હતો. પછી એમાં થોડો સુધારો તો થયો છે, પરંતુ એ હજુ પણ 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે એ ગ્રે માર્કેટમાં રૂ. 92ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચના શેર બ્રોકરના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે હતું. જીએમપી એ જ વાતનો સંકેત આપે છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન વેઠવું પડી શકે છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટની સાથે થવાનું છે