શહબાજ નવા PM બનશે, આજે રાતે શપથ શક્ય; સ્પીકરે ભૂલથી નવાઝને વડાપ્રધાન જાહેર કરી દીધા

  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં મોટો ફેરફાર જોવા મળી શકે છે

શહબાજ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે. સોમવારે સંસદમાં વોટિંગ પહેલાં ઈમરાન ખાનની પાર્ટી (PTI)ના તમામ સાંસદો અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ રાજીનામું આપી દીધું છે. ઈમરાનની પાર્ટી તરફથી PM પોસ્ટના કેન્ડિડેટ શાહ મોહમદ કુરૈશીએ નામ પરત લઈ લીધું છે. શહબાજ શરીફ આજે રાત શરીફ લે તેવી શક્યતા છે.

સ્પીકર અયાઝ સાદિકે ભૂલથી નવાઝ શરીફને નવા વડાપ્રધાન જાહેર કરી દીધા હતા. પરંતુ તેમણે તુરંત જ પોતાની ભૂલ સુધારી દીધી હતી અને કહ્યું હતું કે, હું માફી માંગુ છું. મિંયા મોહમ્મદ નવાઝ શરીફ દિલ-દિમાગમાં છવાલેયા છે.

આ દરમિયાન, 3 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેનાર ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ એ જ ચર્ચાસ્પદ બનેલા પત્રને સંસદમાં બતાવ્યો હતો, જે 27 માર્ચે ઈમરાનની ઈસ્લામાબાદની રેલી બાદ ચર્ચામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતુ કે વિદેશી ષડયંત્રને કારણે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે.

ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનમાં વિરોધપ્રદર્શનનો નવો સિલસિલો શરૂ થઈ ગયો છે. રવિવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો કાર્યકર્તાઓએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતુ. આ પહેલાં ઈમરાન ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આઝાદી માટે એક નવી લડાઈ શરૂ કરવાની વાત કરી હતી.

ચૂંટણી માટે 7 મહિના જોઈએ

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ કહ્યું છે કે ચૂંટણી કરાવવા માટે ઓછામાં ઓછા 7 મહિનાનો સમય જોઈએ. કમિશને કહ્યું- હવે તૈયારીઓ શરૂ કરશે, પરંતુ તે પછી તરત જ વરસાદની મોસમ શરૂ થશે. તેથી નવેમ્બર-ડિસેમ્બર પહેલા ચૂંટણી યોજવી શક્ય નથી.

ઈમરાનની સત્તા પરથી હકાલપટ્ટી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PCB ચેરમેન અને ઈમરાન ખાનના મિત્ર રમીઝ રાજા પણ પદ છોડી શકે છે. રમીઝ રાજાએ દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથેની બેઠક બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે.

રમીઝ રાજાને ઈમરાનની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અંદાજ લગાવવામાં આવે છે કે વિપક્ષ તેમને લાંબા સમય સુધી PCB અધ્યક્ષની ખુરશી પર સહન કરી શકશે નહીં.

પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલનાં મોટાં અપડેટ્સ…

  • પાકિસ્તાનમાં આજે નવા વડાપ્રધાનની ચૂંટણી થશે. શેહબાઝ શરીફનું વડાપ્રધાન બનવું એકદમ નિશ્ચિત છે.
  • આજે શાહબાઝ સાથે સંબંધિત રૂ. 1400 કરોડ. મની લોન્ડરિંગના કેસમાં કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.
  • ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ પદ પરથી રાજીનામું આપ્યું નથી, તેથી આજના સત્રની અધ્યક્ષતા સૂરી કરશે.
  • પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પીટીઆઈ વતી પીએમ પદ માટે નોમિનેશન ભર્યું હતું.

પાકિસ્તાની સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર…

પાકિસ્તાની સેનાને ઈમરાન સમર્થકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની રેલી દરમિયાન પાક આર્મી માટે ‘ચોકીદાર ચોર છે’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે શેખ રશીદે લોકોને આવા નારા ન લગાવવા જણાવ્યું હતું.

શેહબાઝ શરીફના નામની સત્તાવાર જાહેરાત થશે

પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ માટે બપોરે 2 વાગ્યે નેશનલ એસેમ્બ્લીનું સત્ર બોલાવવામાં આવ્યું છે. અહીં મતદાન બાદ તેમને નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ તરફથી શાહ મહેમૂદ કુરેશી પીએમપદના ઉમેદવાર છે તો બીજી તરફ પાકિસ્તાનનાં અનેક શહેરોમાં ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો થઈ રહ્યા છે. ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, મુલતાન, ક્વેટામાં વિપક્ષ વિરુદ્ધ જબરદસ્ત સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે.

કેવી હશે પાકિસ્તાનની નવી કેબિનેટ ?

શેહબાઝ શરીફ (વડાપ્રધાન)

નવીદ કમર શાહ (સ્પીકર)

બિલાવલ ભુટ્ટો ઝરદારી (વિદેશમંત્રી)

રાણા સનાઉલ્લાહ (આંતરિક બાબતોના મંત્રી)

શાઝિયા મુરી (માહિતીમંત્રી)

ખ્વાજા આસિફ (રક્ષામંત્રી)

ફૈઝલ સબઝવારી (બંદર અને શિપિંગમંત્રી)

મરિયમ ઔરંગઝેબ (વડાપ્રધાનનાં પ્રવક્તા)

આઝમ તદરી (કાયદામંત્રી)

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો કાર્યકર્તાઓએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું.
ઈમરાન ખાનના સમર્થકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

PTI ના સાંસદોને લઈને સસ્પેન્સ ચાલુ છે

PTI ના સાંસદો નેશનલ એસેમ્બ્લીમાંથી રાજીનામું આપશે કે કેમ એ અંગે સસ્પેન્સ હજુ પણ અકબંધ છે. પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીનું કહેવું છે કે પાર્ટીએ હજુ સુધી નેશનલ એસેમ્બ્લીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો નથી. જ્યારે આ પહેલાં પૂર્વ માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ રાજીનામું આપવાની વાત કરી હતી.

રેલી દરમિયાન પાક. આર્મી માટે ‘ચોકીદાર ચોર છે’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

બિલાવલ ભુટ્ટોએ અવિશ્વાસ પ્રસ્તાનને ઐતિહાસિક ગણાવ્યો

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ સોમવારે બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં અવિશ્વાસ પ્રસ્તાવને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભૂતકાળની ભૂલો ઠીક કરવા માટે આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રથમ પગલું હતું, પરંતુ આગળ એક લાંબો માર્ગ છે.