હુમલાના 24 કલાક બાદ અનેક જગ્યાએ જોવા મળ્યા તબાહીના દ્રશ્યો; અનેક બિલ્ડિંગો ધ્વસ્ત, લોકોએ પરિવારજનો ગુમાવ્યા

  • અત્યાર સુધી 137ના મોત, 18થી 60 વર્ષના પુરુષોને યુક્રેન છોડવા પર પ્રતિબંધ

બીજો દિવસ છે. ગુરૂવારે રશિયાએ યુક્રેનના 200થી વધારે જગ્યા પર હુમલા કર્યા હતા. લોખો લોકોએ આખી રાત સબવે, મેટ્રો સ્ટેશન અને બંકરમાં વિતાવી હતી. અનેક જગ્યાએ જરૂરી સામાનની અછત જોવા મળી રહી છે. બાળકો અને મહિલાઓમાં ડર છે. અનેક લોકોએ પરિવારજનોને ગુમાવ્યા છે. તસવીરોમાં જુઓ અહીંથી સ્થિતિ.

રશિયાના હુમલાનો જવાબ આપવા માટે યુક્રેન સરકારે 18થી 60 વર્ષના લોકોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી તરફ યુક્રેનમાં બાળકોને સ્કૂલ માટે ન જગાડાતા માતા-પિતાને સવાલો કરી રહ્યા હતા કે શું આજે સ્કૂલમાં રજા છે? ત્યારે વાલીઓએ તેઓને સમજાવ્યા હતા કે બહાર યુદ્ધની સ્થિતિ છે.

આ ફોટો કીવમાં રહેતા નતાલી સેવ્રિયુકોવાની છે. હવાઈ હુમલામાં તેનો એપાર્ટમેન્ટ ધ્વસ્ત થઈ ગયો
રાજધાની કીવના ઉત્તરી વિસ્તારમાં રહેતાં આ મહિલાના ઘર પર મિસાઈલ પડી હતી
લુહાન્સ્કના સ્ટારેબિલ્સક શહેરની આ બિલ્ડિંગને પણ રશિયન વિમાનોએ ટાર્ગેટ કરી હતી
ખાર્કિવની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. અહીં હુમલાના ડરને કારણે હજારો લોકોએ પોતાની રાત સબ-વેમાં પસાર કરી હતી.
ડોનેસ્ટ્કમાં પણ સ્થિતિ એટલી ખરાબ છે કે અનેક પરિવાર બાળકોની સાથે અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં રહેવા જતાં રહ્યાં છે. તેમના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાય છે.
આ ફોટો કીવના યુક્રેન ડિફેન્સ મિનિસ્ટ્રીના ઈન્ટેલિજન્સ ઓફિસનો છે. અહીં કેટલાંક મહત્વના ડોક્યુમેન્ટ્સ બાળવામાં આવ્યા
યુક્રેન સેનાએ દાવો કર્યો હતો કે તેઓએ ખાર્કિવમાં એક રશિયન સૈનિકને ઠાર કર્યો છે.
રશિયાના હુમલામાં સીમાઈ વિસ્તારમાં યુક્રેનના નાગરિકનું મોત થયું હતું, તેની બાજુમાં પરિવારજન શોક મનાવી રહ્યો છે.
યુદ્ધને લઈને યુક્રેનમાં મહિલા અને બાળકોમાં ભયનો માહોલ છે.
યુક્રેનના હોસ્ટમલ શહેરમાં રશિયાના હેલિકોપ્ટરનો કાફલો જોવા મળ્યો હતો.
યુક્રેનના લોકો પરિવાર સાથે પોલેન્ડ તરફ જઈ રહ્યા છે.
પોલેન્ડની સરહદ પર યુક્રેનના લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો જીવ બચાવવા પોલેન્ડમાં જવા આતુર છે.
યુક્રેનના શરણાર્થીઓ માટે પોલેન્ડે 9 છાવણીઓ બનાવી છે.
યુક્રેનનું એક એરક્રાફ્ટ કિવ પાસે ક્રેશ થયું હતું. રેસ્ક્યુ ટીમે ક્રુ મેમ્બરને બચાવવાના પ્રયાસો કર્યો હતો.
યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલાનો જવાબ રોકેટ લોન્ચરથી આપવાની તૈયારી કરતા યુક્રેનના સૈનિકો.
કિવ નજીકના એરબેઝ પર રશિયાએ હુમલો કર્યો હતો. રશિયાએ સમગ્ર વિસ્તારમાં વિનાશવેર્યો હતો.
યુક્રેનના સરહદી વિસ્તારમાં રશિયાના હુમલા પછી નિરિક્ષણ કરતા યુક્રેનના સૈનિકો.
કિવમાં એટીએમ બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
યુક્રેનના ડોનેટ્સ્કમાં જઈ રહેલી ટેન્ક નજરે પડે છે.
હુમલા પછીની રાતના સમયે યુક્રેનની રાજધાની કિવમાં છન્નાટો છવાઈ ગયો હતો. સરકારે અહીં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો છે.
કિવમાં સામાન લેવા માટે પણ લોકોએ વહેલી સવારથી લાઈનો લગાવી હતી.
લોકો જલદી યુક્રેન છોડવા માગે છે, આથી કિવના માર્કો પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
જીવ બચાવવા માટે યુક્રેનના લોકોએ કિવના મેટ્રો સ્ટેશન પર આશ્રય લીધો હતો.
જર્મનીની રાજધાની બર્લિનમાં રશિયાના હુમલા વિરુદ્ધમાં પ્રદર્શન કરાયા હતા.
યુક્રેન પરના હુમલાના વિરોધમાં બાળકો પણ જોડાયા હતા.
રશિયાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુક્રેનની મહિલા. આ તસવીર વિશ્વભરમાં વાઈરલ થઈ છે.

સૌથી પહેલા 10 જરૂરી પોઈન્ટ

  • રશિયાના હુમલામાં અત્યાર સુધી 137 યુક્રેનના લોકો માર્યા ગયા છે. તેમા સેનાના જવાનો પણ સામેલ છે.
  • અમેરિકાએ જણાવ્યું છે કે રશિયાએ યુક્રેન પર 160 મિસાઈલ છોડી છે. બીજી તરફ રશિયાએ કહ્યું હતું કે પ્રથમ દિવસે યુક્રેન ઉપર 203 હુમલા કરાયા છે. યુક્રેનના 83 સ્થળોને ટાર્ગેટ કરાયા હતા.
  • યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર જેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયાના સૈનિકો રાજધાની કિવમાં દાખલ થઈ ગયા છે. તેના પ્રથમ ટાર્ગેટ હું છું અને બીજો મારો પરિવાર છે.
  • યુક્રેને 18-60 વર્ષના પુરુષોને વતન છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. માર્શલ લો અંતર્ગત નાગરિકોને તેનું પાલન કરવાનું કહ્યું.
  • રાજધાની કિવમાં ગુરૂવાર રાત્રેના 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કર્યો છે. આખી રાત વિસ્ફોટોના અને સાયરનના અવાજો આવ્યા હતા. લોકોને લાઈટો બંધ કરવાની અને પડદા રાખવાની સલાહ અપાઈ હતી.
  • યુક્રેનના સ્નેક આઈલેન્ડ પર રશિયાનો કબજો થઈ ગયો છે. યુક્રેનની સ્ટેટ બોર્ડર ગાર્ડ સર્વિસે આ વાતની પુષ્ટી કરી હતી. એર સ્ટ્રાઈકમાં ઈમારતોને ભારે નુકસાન થયું છે.
  • રશિયાની સેનાએ ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કર્યો. કિવના નજીકના યુક્રેનના એરબેઝ પર પણ હવે રશિયાનો કબજો છે.
  • રશિયા એરક્રાફ્ટ એન્ટનોવ-26 યુક્રેનના વિસ્તારમાં ક્રશ થયું હતું. એરક્રાફ્ટના ક્રુ મેમ્બર્સના મોત થયા છે. કેટલા લોકો હતા તે રશિયાએ જણાવ્યું નથી.
  • રશિયાની રાજધાની મોસ્કોમાં અસંખ્ય રશિયાના નાગરિકો પ્રદર્શન કરી રહ્યા છે. યુદ્ધ બંધ કરવાની તેઓની માગં છે. 1700 લોકોની ઘરપકડ કરાઈ છે.
  • ભારતે પોલેન્ડના રસ્તે ભારતીયોને પરત લાવવાની તૈયારી કરી છે. આ સાથે યુક્રેનમાંથી એરલિફ્ટ પણ કરાઈ તેવી સંભાવના છે. હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.