રશિયાનું આજે યુદ્ધ વિરામનું એલાન; પોલેન્ડ પોતાના તમામ મિગ-29 ફાઈટર પ્લેન યુક્રેનને આપશે

  • રશિયા પરના પ્રતિબંધની કિંમત આપણે પણ ચુકવવી પડશે: જો બાઇડેન
  • અમે યુક્રેનના શરણાર્થીઓની જવાબદારી લઈશુંઃ યુએસ પ્રેસિડન્ટ
  • અમેરિકા અન્ય દેશો પર શિયામાંથી થતી ઓઈલ-ગેસની આયાત પર પ્રતિબંધ મુકવાનું દબાણ નહીં કરે

આજે રશિયા અને યુક્રેનના યુદ્ધનો 14મો દિવસ છે. રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખાર્કીવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે. યુક્રેનની સેનાએ રશિયા માટે અપેક્ષાથી ઉલટું ભારે અવરોધ સર્જ્યો છે. યુક્રેન કહે છે કે રશિયન સેનાએ યુક્રેનની 61 હોસ્પિટલ અને મેડિકલ ઈક્વિપમેન્ટ નષ્ટ કરી દીધા છે.

બીજીતરફ, રશિયન સેનાના આ સ્પેશિયલ મિલિટરી ઓપરેશને પડોશી દેશોમાં રેફ્યુજી સંકટ વધારી દીધું છે. જ્યારે પોલેન્ડે પોતાના તમામ મિગ-29 ફાઈટર પ્લેન યુક્રેનને આપવાનું એલાન કર્યું છે.

ઈવેક્યુએશન કોરિડોરને નિશાન બનાવી રહ્યું છે રશિયા

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે રશિયા, નાગરિકોને કાઢવા માટે ઈરપિનમાં બનાવાયેલા ઈવેક્યુએશન કોરિડોરને નિશાન બનાવી રહ્યું છે. અહીં ભીષણ યુદ્ધના કારણે પાણી, વીજળી છેલ્લા ઘણા દિવસોથી નથી.

સૈનિકે આપ્યો ટાઈમ ઓફ ધ સ્ટ્રોંગનો સંદેશ

યુક્રેનના ઈરપિનના બુચા જિલ્લાના કરાકેનમાં એન્ટ્રી પોઈન્ટ પર પહેરો આપી રહેલા યુક્રેનના સૈનિકે કહ્યું કે તેમના દેશવાસીઓ રશિયાને રોકવા માટે પૂરતા પ્રમાણમાં મજબૂત છે. તેની હેલમેટ પર લખ્યું છે-ટાઈમ ઓફ ધ સ્ટ્રોંગ. જ્યારે તેને તેનું નામ પૂછવામાં આવ્યું તો કહ્યું-હું યુક્રેન છું.

રશિયા અને યુક્રેન વચ્ચેના છેલ્લાં 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના વિરોધ અમેરિકા, બ્રિટન અને તેમના સહયોગી દેશ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઘેરવા માટે સતત પ્રતિબંધોની જાહેરાત કરે છે. આ ક્રમમાં જ મંગળવારે અમેરિકાએ રશિયાથી ઈમ્પોર્ટ થતાં ઓઈલ અને ગેસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ જો બાઇડેને કહ્યું કે- તેમનો દેશ રશિયામાંથી ઓઈલ અને ગેસની આયાત નહીં કરે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોને રશિયામાંથી થતી આયાત પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી હતી. ત્યારે માનવામાં આવે છે કે અમેરિકાનું આ પગલું આ માગને જોતા જ ઉઠાવવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે- ઓઈલ અને ગેસની આયાત પર રોક લગાવવાથી રશિયાની અર્થવ્યવસ્થાને અસર પડશે. તેમને સાથે એમ પણ કહ્યું કે ઘણાં દેશ હાલ આવું પગલું નહીં ભરી શકે. સાથે જ તેમને જણાવ્યું કે રશિયા પરના પ્રતિબંધની કિંમત આપણે પણ ચુકવવી પડશે. જેની અસર અમેરિકા પર પણ પડશે.

જો બાઇડેને કહ્યું કે- અનેક કંપનીઓએ રશિયામાં પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. પ્રતિબંધોથી રશિયાની અર્થવ્યવસ્થા બગડી છે. તેમને કહ્યું કે અમે યુક્રેનના વિસ્થાપિત થયેલાં નાગરિકોની મદદ કરીશું. અમે યુક્રેનના શરણાર્થીઓની જવાબદારી લઈશું. આ પહેલાં જર્મનીના નાણા મંત્રીનું પણ રશિયામાંથી આયાત થતાં ઓઈલને લઈને નિવેદન સામે આવ્યું હતું.

અમેરિકામાં રેકોર્ડ સ્તરે પહોંચી પેટ્રોલની કિંમત

અમેરિકામાં આ પ્રતિબંધની તૈયારીની અસર અમેરિકાની બજારમાં અત્યારથી જ દેખાવા લાગી છે. જાણકારી મુજબ રશિયામાંથી ઓઈલ અને ગેસની આયાત ખતમ કરવાની તૈયારી વચ્ચે અમેરિકામાં એક ગેલન પેટ્રોલની સરેરાશ કિંમત 4.17 ડોલર (321.73 રૂપિયા)ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

બ્રિટન આ વર્ષના અંત સુધીમાં ખતમ કરશે ગેસની આયાત

બ્રિટન સરકારે કહ્યું કે- અમે આ વર્ષના અંત સુધીમાં રશિયામાંથી થતી ઓઈલ અને ગેસની આયાતને ખતમ કરી દઈશું. બ્રિટનના મંત્રી ક્વાસી ક્વાર્ટેંગે કહ્યું કે અમે રશિયામાંથી આયાત થતા ઓઈલ-ગેસને સમાપ્ત કરવા માટે વિકલ્પો જોઈ રહ્યાં છીએ. બ્રિટનમાં આયાત થતો ગેસની ભાગીદારી રશિયાની લગભગ ચાર ટકા જેટલી છે.

EU પણ રશિયા પર ગેસની નિર્ભરતા ખતમ કરવાની તૈયારીમાં

યુરોપિયન આયોગ મુજબ EU આ વર્ષે રશિયન ગેસ પર પોતાની નિર્ભરતાને બે તૃતિયાંશ સુધી અને ઓઈલની રશિયન આપૂર્તિ 2022 પૂર્ણ થાય તે પહેલાં સમાપ્ત કરી શકે છે. એનર્જી ટ્રાંઝિશન પર આયોગના ઉપાધ્યક્ષ ફ્રાંસ ટિરમેંસે કહ્યું કે ઉર્જા વિકલ્પોમાં EUને સ્વતંત્ર થવાની જરૂરિયાત છે.

જર્મનીના નાણા મંત્રી શું કહ્યું?

જર્મનીના નાણા મંત્રીએ એમ કહ્યું હતું કે અમેરિકાએ તેમને આશ્વાસ્ત કર્યું છે કે તેઓ જર્મનીને રશિયામાંથી થતી ઓઈલની આયાત પર પ્રતિબંધ લગાડવાનું દબાણ નહીં કરે. પોતાના સંબોધનમાં બાઇડેને સ્પષ્ટ કહ્યું છે કે અનેક દેશ હજુ રશિયામાંથી ઓઈલ અને ગેસની આયાત નહીં રોકી શકે. સંકેત સ્પષ્ટ છે કે અમેરિકા અન્ય દેશો પર રશિયામાંથી થતી ઓઈલ-ગેસની આયાત પર પ્રતિબંધ મુકવાનું દબાણ નહીં કરે.

રશિયન સેનાના હુમલાઓ યથાવત

રશિયાના હુમલાને કારણે યુક્રેનની સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડી છે. જેમાં બાળકો અને વૃદ્ધોને ઘણું ભોગવવું પડ્યું છે.
રશિયાના હુમલાને કારણે યુક્રેનની સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડી છે. જેમાં બાળકો અને વૃદ્ધોને ઘણું ભોગવવું પડ્યું છે.

ડિપ્લોમસીની સાથે સાથે રશિયન સેના સતત યુક્રેનના અલગ અલગ શહેરોને નિશાન બનાવી રહી છે. આ ક્રમમાં સુમી શહેરના રહેણાક વિસ્તારમાં મિસાઈલ એટેક કર્યો, જેમાં બે બાળકો સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે. તો યુક્રેનનો દાવો છે કે રશિયાના હુમલામાં અત્યારસુધીમાં 203 સ્કૂલ અને 34 હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત અત્યારસુધીમાં 12 હજારથી વધુ રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે, સાથે જ રશિયાના 303 ટેન્ક અને 48 ફાઈટર પ્લેન ધ્વસ્ત થઈ ગયા છે.

મીડિયા રિપોટ્સ મુજબ રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવા માટે કમાન્ડો ઓપરેશનની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે યુદ્ધ વિરામને લઈને બંને દેશો વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત થઈ, જેનું કોઈ પરિણામ આવ્યું નથી. સોમવારે બેલારુસમાં થયેલી વાતચીતમાં યુદ્ધ વચ્ચે લોકોને કાઢવા માટે યુક્રેનમાં હ્મુયન કોરિડોર બનાવવાને લઈને સહમતિ બની ન હતી.

રશિયાના હુમલાને કારણે મોટી સંખ્યામાં યુક્રેનના લોકોને રેફ્યુજી તરીકે જીવન વિતાવવાનો વખત આવ્યો છે
રશિયાના હુમલાને કારણે મોટી સંખ્યામાં યુક્રેનના લોકોને રેફ્યુજી તરીકે જીવન વિતાવવાનો વખત આવ્યો છે
રશિયાન સેનાએ અનેક શહેરોમાં હુમલાઓ કર્યા છે જેમાં ઈજાગ્રસ્ત મહિલાની મદદ આવેલી સેના
રશિયાન સેનાએ અનેક શહેરોમાં હુમલાઓ કર્યા છે જેમાં ઈજાગ્રસ્ત મહિલાની મદદ આવેલી સેના