પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા:માનસામાં થયું ફાયરિંગ; ગેંગસ્ટર્સે આપી હતી ધમકી, કાલે જ પંજાબ સરકારે સુરક્ષા ઘટાડી હતીJoin Our Whatsapp Group
Join Now

જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા કરી દેવામાં આવી છે. તેમના પર માનસાના જવાહરકે ગામમાં ફાયરિંગ થયું. ફાયરિંગમાં મૂસેવાલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જ્યારે તેમના 2 સાથી ઘાયલ થયા છે. પંજાબમાં CM ભગવંત માનની આગેવાનીવાળી AAP સરકારે શનિવારે જ સિદ્ધૂ મૂસેવાલાની સિક્યોરિટી ઘટાડી હતી.

મૂસેવાલાને ગેગસ્ટર્સ તરફથી ધમકી મળી રહી હતી. જેમાં લૉરેન્સ વિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હત્યા પાછળ ગેંગસ્ટર્સનો હાથ હોય શકે છે, જો કે પોલીસે હજુ સુધી આ મામલે કંઈ સ્પષ્ટતા કરી નથી.

મૂસેવાલાની પાસે પહેલાં લગભગ 8થી 10 ગનમેન હતા. માન સરકારે તેમની પાસેથી માત્ર 2 જ ગનમેન વધ્યા હતા. શરૂઆતની જાણ મુજબ સિદ્ધૂ મૂસેવાલા પોતાના સાથીઓની સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતા. કાળા રંગની ગાડીમાં સવાર 2 હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું. ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર ગયા બાદ જ મૂસેવાલા પર ફાયરિંગ થયું. તે સમયે મૂસેવાલા પોતે કાર ડ્રાઈવ કરી રહ્યાં હતા.

સિદ્ધૂ મૂસેવાલા પર ફાયરિંગ થયું.
સિદ્ધૂ મૂસેવાલા પર ફાયરિંગ થયું.

કોંગ્રેસની ટિકિટ પર વિજય સિંગલા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી

સિદ્ધૂ મૂસેવાલાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં માનસા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. જેમાં મૂસેવાલાની હાર થઈ હતી અને તેમને હરાવનાર વિજય સિંગલા રાજ્યના આરોગ્ય મંત્રી બન્યા હતા. હાલમાં જ CM ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં તેમને પદ પરથી બરતરફ કર્યા હતા.

ગઈકાલે જ વકીલ સાથે ફોન પર વાત કરી પોતાના પર ખતરો હોવાનું જણાવ્યું હતું

સિદ્ધૂ મૂસેવાલાએ ગઈકાલે જ પોતાના વકીલ સાથે વાત કરી હતી. જેમાં તેમને જીવનો ખતરો હોવાનું જણાવ્યું હતું. મૂસેવાલાએ કહ્યું હતું કે પંજાબ સરકારે અચાનક જ કોઈ નોટિસ આપ્યા વગર તેમની સુરક્ષા ઘટાડી દીધી હતી. એવામાં તેમના માટે કોઈ બીજી વ્યવસ્થા કરવી પડશે.

See also  PM Kisan e-KYC 2022 Update Onlinen @pmkisan.gov.in
સિદ્ધૂ મૂસેવાલાની ગાડી પર સામેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના નિશાન કારના ફ્રંટ ગ્લાસ પર સ્પષ્ટ દેખાય છે.
સિદ્ધૂ મૂસેવાલાની ગાડી પર સામેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના નિશાન કારના ફ્રંટ ગ્લાસ પર સ્પષ્ટ દેખાય છે.

સિદ્ધૂ મૂસેવાલાની થાર ગાડી જેને તેઓ ચલાવી રહ્યાં હતા.
સિદ્ધૂ મૂસેવાલાની થાર ગાડી જેને તેઓ ચલાવી રહ્યાં હતા.