- પંજાબ નેશનલ બેન્ક દ્વારા ઓફિસરની 145 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
- ઉમેદવાર આ જગ્યાઓ માટે 7 મે, 2022 સુધી અરજી કરી શકશે.
પંજાબ નેશનલ બેંક, PNB એ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. યોગ્ય ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 મે, 2022 છે. આ જગ્યાઓ પર ભરતી માટેની પરીક્ષા 12 જૂન 2022ના રોજ લેવામાં આવશે. અહીંયા કુલ 145 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં મેનેજરની 40, મેનેજર (ક્રેડિટ)ની 100 અને સિનિયર મેનેજરની 5 જગ્યાઓનો સમાવેશ થાય છે.
યોગ્યતા:-
PNBમાં મેનેજરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ફાયનાન્સમાં MBA કે પછી ફાયનાન્સમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

અનુભવ:-
મેનેજરની પોસ્ટ્સ માટે ૧ વર્ષનો અનુભવ અને સિનિયર મેનેજર પોસ્ટ્સ માટે ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે.
ઉંમરમર્યાદા:-
મેનેજર પોસ્ટ્સ માટે 25 થી 35 વર્ષ અને વરિષ્ઠ મેનેજર પોસ્ટ્સ માટે 25 થી 27 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા:-
ઉમેદવારોની પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ખાલી જગ્યાને લગતી તમામ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂર વાંચી લેવી.