વડાપ્રધાન દિયોદર પહોચ્યા; સણાદરમાં બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરી મહિલા સંમેલનને સંબોધશેJoin Our Whatsapp Group
Join Now
  • બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ અને દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરાશે
  • પ્રતિદિન પાંચ હજાર ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ચાર ગોબરગેસ પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત કરશે

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરથી દિયોદર પહોંચી ગયા છે. વડાપ્રધાનના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવશે.

LIVE અપડેટ્સ:

  • પ્રધાનમંત્રી ગાંધીનગરથી દિયોદર પહોંચ્યા
  • ગણતરીની મિનિટોમાં જ પીએમ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે
  • ​​​​​​મોટી સંખ્યામાં જનમેદની ઉમટી
  • ‘શ્વવેત ક્રાંતિનો રંગ, બનાસકાંઠાને સંગ’ સુત્ર સાથે કાર્યક્રમ

ચાર ગોબરગેસ પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત કરશે

આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે.

news

7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઈ

ઉલ્લેખનીય છે કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે.

See also  GVK EMRI 108 Recruitment 2023, Apply For Medical Officer, Lab Technician Post
diyodar
pm 10

પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદનક્ષમતા

આ પ્લાન્ટમાં 30 લાખ લિટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે, જે વધારીને 50 લાખ લિટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદનક્ષમતા, 1 લાખ લિટર પ્રતિદિન આઈસક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે, જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.

pm 9