જળાશયોમાં 53% જ સંગ્રહ, 36 ડેમોમાં 10 ટકાથી પણ ઓછું પાણી

આ તસવીર દમણગંગા નદીના કેચમેન્ટ વિસ્તારની છે. મધુબન ડેમના પાછળના વિસ્તારમાં દૂધની આસપાસની શીંગડુંગરી પાણીની વચ્ચોવચ્ચ છે. પાણીના પ્રમાણમાં ધીમે ધીમે થઇ રહેલો ઘટાડો ચોખ્ખો દેખાઇ રહ્યો છે. હાલમાં દમણગંગા જળાશય યોજનામાં 68 ટકા પાણીનો જથ્થો છે.

રાજ્યના જળાશયોમાં પણ ઉનાળાની અસર દેખાઇ રહી છે. રાજ્યના જળાશયોમાં હવે 53 ટકા જ પાણી છે. સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું માત્ર 16%, કચ્છમાં 23%, સૌરાષ્ટ્રમાં 48%, મધ્ય ગુજરાતમાં 50% અને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 69% ટકા જળસંગ્રહ છે. રાજ્યની મોટી 17 જળાશય યોજનાઓમાંથી હવે માત્ર 8 યોજનાઓમાં જ 50 ટકાથી વધારે પાણી છે.

આઠ યોજનામાં 50% થી વધુ પાણી

જળસંગ્રહસંખ્યા
90 ટકાથી વધુ02
80થી 90 ટકા03
70થી 80 ટકા12
70 ટકાથી નીચે189
10 ટકાથી નીચે36

કયા ઝોનમાં કેટલો જળસંગ્રહ ?

ઝોન
જળસંગ્રહ
ઉત્તર ગુજરાત16.48%
મધ્ય ગુજરાત50.69%
દક્ષિણ ગુજરાત69.89%
સૌરાષ્ટ્ર47.79%
કચ્છ23.65%