’નરેશ પટેલ ભાજપ સાથે રહેશે, મોદી અને શાહના નેતૃત્વમાં આગળ વધશે’

  • રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરોએ ડીજેના નાદ સાથે ધૂળેટી મનાવી
  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ સહીત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા

સમગ્ર રાજકોટમાં હાલ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે ‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નજીક આવતા નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે.

હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ:-

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. ડીજેના નાદ સાથે રંગોથી એકબીજાને કલર લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે.

સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું

તિલક હોળીની ઉજવણી કરવામાં આવી:-

આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. જ્યાં ડી.જે અને બેન્ડની કર્ણપ્રિય સુરાવલીની રમઝટ અને ’કરાઓકે’ દ્વારા શહેરના ખ્યાતનામ ગાયકો સંગીતના સૂરોના સથવારે અને રાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહેર ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે