ધ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે:નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા અને બ્રિટનના વડાપ્રધાન દસમાં નંબરે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદગી પામ્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડી દીધા છે. વડાપ્રધાન મોદીનું અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે.

5 નવેમ્બરે અપડેટ કરવામાં આવેલા આ સર્વેમાં ભારતના વડાપ્રધાન દુનિયાના ઘણા રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી આગળ છે. વડાપ્રધાન મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મૈનુએલ લોપેજ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી, જર્મનની ચાન્સેલર એન્જેલા માર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત અનેક નેતાઓને લોકપ્રિયતાના ગ્રાફમાં પાછળ પાડી દીધા છે.

 

 

કોરોનાની બીજી લહેરમાં લોકપ્રિયતા ઘટી
ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર ભારતમાં કોરોનાની બીજી લહેરા (મે 2021) દરમિયાન વડાપ્રધાન મોદીનું ડિસઅપ્રૂવલ રેટિંગ (લોકપ્રિયતામાં ઘટાડો) પીક પર હતું. આ દરમિયાન કોરોનાને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે દેશમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાર ઉતરી.

અમેરિકાના રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડાપ્રધાન પણ પાછળ
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે. આ વખતે સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પાંચમાં અને બ્રિટનના વડાપ્રધાન આઠમાં ક્રમેથી નીચે ઉતરીને 10માં ક્રમે પહોંચી ગયા.

મે 2020માં સૌથી વધું 84 ટકા અપ્રૂવલ રેટિંગ હતું
વડાપ્રધાન મોદીનું અપ્રૂવલ રેટિંગ મે 2020માં સૌથી વધુ 84 ટકા પર હતું. આ સમયગાળા દરમિયાન ભારત કોરોના મહામારીમાંથી બહાર નિકળી રહ્યું હતું. આ વર્ષે જૂનમાં જાહેર થયેલ યાદીની અપ્રૂવલ રેટિંગની સરખામણીમાં નવી જાહેર યાદીમાં મોદીનું અપ્રૂવલ રેટિંગ સુધર્યું છે. જૂનમાં મોદીનું અપ્રૂવલ રેટિંગ 66 ટકા હતું. મોદીના ડિસઅપ્રૂવલ રેટિંગમાં પણ ઘટાડો થયો છે. લગભગ 25 ટકાના ઘટાડા સાથે તે હવે યાદીમાં સૌથી નીચા સ્થાને છે.

આવી રીતે બને છે અપ્રૂવલ-ડિસઅપ્રૂવલ રેટિંગ
ધ મોર્નિંગ કન્સલ્ટ અપ્રૂવલ અને ડિસઅપ્રૂવલ રેટિંગ સાત દિવસના મૂવિંગ એવરેજના આધારે બને છે. આ ગણતરીમાં 1થી 3 ટકા સુધી વધારા કે ઘટાડાનું માર્જિન હોય છે. એટલે કે અપ્રૂવલ અને ડિસઅપ્રૂવલ રેટિંગમાં 1થી 3 ટકા સુધીમાં વધારો કે ઘટાડો થઇ શકે છે. આ આંકડા તૈયાર કરવા માટે મોર્નિંગ કન્સલ્ટે ભારતમાં લગભગ 2126 લોકોનો ઓનલાઇન ઇન્ટરવ્યું લીધો હતો.World's all leaders lists