- ‘KGF ચેપ્ટર 2’ 14 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે
ડિરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં, વર્લ્ડવાઇડ ધૂમ મચાવી દીધી છે.
દેશભરમાં ‘KGF 2’ની ધૂમ મચી ગઈ છે. ભારતમાં સવારના છ વાગ્યાથી શો શરૂ થયા હતા અને મોડી રાત સુધી દર્શકોની ભીડ જોવા મળી હતી. ફિલ્મને ગુડફ્રાઇડે અને વીકેન્ડની રજાઓનો જબ્બર ફાયદો થશે. ફિલ્મના હિંદી વર્ઝને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
“‘વૉર’ તથા ‘ઠગ્સ ઑફ હિંદુસ્તાન’ના રેકોર્ડ તોડ્યા“
‘KGF 2’ના હિંદી વર્ઝને બોલિવૂડના અત્યારસુધીની તમામ રેકોર્ડ ધ્વંસ કરી નાખ્યા છે. ફિલ્મે પહેલા દિવસે 53.95 કરોડની કમાણી કરી છે. આ પહેલાં હૃતિક-ટાઇગરની ફિલ્મ ‘વૉર’નું ફર્સ્ટ ડે કલેક્શને 51.60 કરોડની કમાણી કરી હતી. અમિતાભ-આમિરની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’એ પહેલા દિવસે 50.75 કરોડની કમાણી કરી હતી. નોંધનીય છે કે ‘RRR’ના હિંદી વર્ઝનની પહેલા દિવસની કમાણી 20.07 કરોડ રૂપિયા હતી.
“ભારતમાં 134 કરોડની કમાણી કરી“
‘KGF 2’એ ભારતભરમાં 116 કરોડની કમાણી કરી છે અને વિશ્વભરમાં 159 કરોડની કમાણી કરી છે. ફિલ્મના કન્નડ વર્ઝને 23.15 કરોડની કમાણી કરી છે.

“વિશ્વભરમાં દસ હજાર થિયેટરમાં રિલીઝ થઈ“
‘KGF 2’ વર્લ્ડવાઇડ 10 હજાર સ્ક્રીન્સ રિલીઝ થઈ છે, જેમાં ભારતની 6500 સ્ક્રીન્સ સામેલ છે. ભારતમાં 6500માંથી 4000 સ્ક્રીન્સ માત્ર હિંદીની છે.