આ સપ્તાહે રશિયા-યુક્રેન વચ્ચેના તણાવ અને અમેરિકાની ફેડ રિઝર્વની બેઠક પર ભારતીય શેરબજારની નજર રહેશે

 • ભારતીય રોકાણકારો ગભરાટ સાથે દરેક ઉછાળે સાવધાની વર્તી રહ્યાં છે

ગત સપ્તાહે અમેરિકાની રશિયાને શરતી પ્રતિબંધો ઉઠાવી લેવાની ઓફર વચ્ચે યુદ્ધ વધુ આક્રમક બનતાની સાથે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતે બ્લેક મન્ડે જોવા મળ્યો હતો. વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ દરેક દેશો ચિંતિત છે અને ક્રુડના ભડકે બળતાં ભાવ સાથે ખાદ્ય ચીજોનો ફુગાવો – મોંઘવારી વધવા લાગી છે સાથે સાથે સ્ટીલના ભાવમાં જંગી વધારા અને હવે ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ટૂંકાગાળામાં જ વધારો કરવો અનિવાર્ય હોવાનો અહેવાલ ભારતીય રોકાણકારો ગભરાટ સાથે દરેક ઉછાળે સાવધાની વર્તી રહ્યાં છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ધિરાણ નીતિ સમીક્ષાના કદાચ વ્યાજદરમાં વધારો કરવામાં આવે એવી શકયતા પણ જોવાઈ રહી છે. સપ્તાહ દરમ્યાન ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વનો એકંદર વિરામ ચાલી રહ્યો હોઈ વૈશ્વિક બજારોમાં તેજીની સાથે તેમજ સપ્તાહના અંતે પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં ભાજપની સ્પષ્ટ બહુમતી મળતા જ પોઝિટીવ ટ્રેન્ડની અસર જોવા મળી હતી અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વનો એકંદર વિરામ ચાલી રહ્યો હોઈ વૈશ્વિક બજારોમાં તેજીની રાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

ટેક્નિકલ ચાર્ટ મુજબ આ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી શકે છે:-

નિફ્ટી ફ્યુચર બંધ (16656):

 • આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16464 પોઇન્ટના પ્રથમ અને 16303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16707 પોઇન્ટથી 16777 પોઇન્ટ, 16808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. અંદાજીત 16808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (34606):

 • આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 35008 પોઇન્ટના પ્રથમ અને 35303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 34373 પોઇન્ટથી 34004 પોઇન્ટ, 33808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. અંદાજીત 33808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ACC (2051):

 • સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક હાલમાં રૂ. 2008 આસપાસ રૂ. 1980ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. ટૂંકા સમયગાળે રૂ. 2073થી રૂ. 2103ની મુવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે. રૂ. 2108 ઉપર તેજી તરફી ધ્યાન.

ગોદરેજ પ્રોપર્ટીઝ (1497):

 • ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1460 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1433ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ. 1533થી રૂ. 1550નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

મુથુત ફાઈનાન્સ (1380):

 • ફાઈનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1360નો પ્રથમ તેમજ રૂ. 1347ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક. અંદાજીત રૂ. 1404થી રૂ. 1414 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.

ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (303):

 • રૂ. 1ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. 288ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી સુગર સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ. 323થી રૂ. 330 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ રહેશે.

દ્વારિકેશ સુગર ઈન્ડસ્ટ્રીઝ (129):

 • સુગર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 118નો પ્રથમ તેમજ રૂ. 108ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક. અંદાજીત રૂ. 137થી રૂ. 150 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (2395):

 • ટેકનીકલ ચાર્ટ મુજબ ઈન્ટીગ્રેટેડ ઓઈલ એન્ડ ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 2440 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ. 2360થી રૂ. 2333ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી આ સ્ટોકમાં રૂ. 2470 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

કોટક મહિન્દ્ર બેન્ક (1764):

 • રૂ. 1790 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા અને રૂ. 1808ના સ્ટોપલોસે વેચવાલાયક બેન્ક સેકટરના આ સ્ટોકમાં તબક્કાવાર રૂ. 1747થી રૂ. 1730નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ. 1808 ઉપર તેજી તરફી રુખ ધ્યાને લેશો.

ટાટા સ્ટીલ (1303):

 • ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 1333 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ. 1344ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1288થી રૂ. 1270નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ. 1350 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

બજારની ભાવી દિશા:-

ભારત અને યુક્રેન વચ્ચે મજબૂત વેપાર સંબંધો છે પરંતુ આ યુદ્ધના કારણે બંને દેશોના વેપાર સંબંધો પર ખરાબ અસર થવાની સંભાવના છે. યુએન કોમટ્રેડ ડેટા અનુસાર, વર્ષ 2020માં ભારત યુક્રેન માટે 15મું સૌથી મોટું નિકાસ બજાર હતું અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટેનું બીજું સૌથી મોટું આયાત બજાર હતું. બીજી તરફ, યુક્રેન ભારત માટે 23મું સૌથી મોટું નિકાસ બજાર અને 30મું સૌથી મોટું આયાત બજાર છે. એકંદરે, ભારત અને યુક્રેન વચ્ચે કરોડો ડોલરનો વેપાર છે જે યુદ્ધને કારણે પ્રતિકૂળ અસર કરશે અને ઘણી વસ્તુઓના ભાવમાં પણ વધારો કરશે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર માત્ર રશિયા અને યુક્રેન પર જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના તમામ દેશો પર પડશે. આગામી દિવસોમાં રશિયા-યુક્રેનના તણાવ, ક્રૂડ ઓઇલની તેજી અને ચાલુ સપ્તાહમાં અમેરિકાની ફેડ રિઝર્વની બેઠક પર ભારતીય શેરબજારની નજર રહેશે.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. ગુજઅપડેટ્સ કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.