નવા વર્ષથી ક્રૂઝની મજા:બેસતા વર્ષથી શરૂ થયું હજીરા-દીવ-હજીરા ક્રૂઝ, દરિયાની મુસાફરીની મજા સાથે ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા પણ મળશેJoin Our Whatsapp Group
Join Now
  • ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે
  • સાત મહિના બાદ હજીરા-દીવ-હજીરાની ફરીથી ક્રૂઝ સેવા શરૂ થશે

નવા વર્ષથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ તરીકે મળી રહેશે. અગત્યની વાત એ છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે તો દરિયા વચ્ચે તેમને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર મળશે. એટલું જ નહીં, ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે.

દિવાળી તહેવારમાં સુરતીઓ દિવ ભણી
હરવા-ફરવાના શોખીન સુરતીઓને બેસતા વર્ષ જ મોજ પડી ગઈ છે. હજીરાથી દીવ માટેની ક્રૂઝ સેવાને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે ક્રૂઝની સફર યાદગાર બની રહે છે. સુરતથી દિવ તરફ મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. ક્રૂઝ શરૂ થાય તે પહેલાથી જ સંચાલકો અને અપેક્ષાઓ હતી કે, સુરતીઓ સુરતથી દિવ જવા માટે તેનો ઉપયોગ કરશે અને તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ક્રૂઝમાં ડીજે, કેસિનો સહિતની વ્યવસ્થા હોવાને કારણે પરિવારજનો સાથે યાદગાર મુસાફરી બની રહી છે. સુરતથી દિવ સુધીની મુસાફરી એ એક પ્રકારનો રોમાંચક અનુભવ સુરતીઓ માટે થઈ રહી છે. દિવાળી બાદ પણ લગભગ તમામ શિડ્યુલમાં અત્યાર સુધીમાં 80 ટકા કરતાં વધુની બુકિંગ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

untitled5 1636020956

ક્રૂઝમાં અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ
ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અગાઉ 31 માર્ચ, 2021થી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલ મહિનાથી કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં સતત વધારો થતા ક્રૂઝ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ થનાર છે. ક્રૂઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા જેવી લીકર મળશે.

See also  શરદ પૂર્ણિમા 2021: તારીખ, મહત્વ, છબીઓ, સંદેશાઓ અને તમારા પ્રિયજનો સાથે શેર કરવાની શુભેચ્છાઓ

untitled3 1636020938

હજીરાથી રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે
ક્રૂઝ આજે હજીરાથી 6:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે. જ્યાંથી સાતમી નવેમ્બરે 12:00 કલાકે ઉપડી મોડી રાતે આઠમી નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે. ક્રૂઝ 14 કલાકની મુસાફરી કરાવશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. એવી જ રીતે હજીરા-હાઇ સી-હજીરાની વાત કરીએ તો હજીરાથી રાતે 10:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે ફરી હજીરા પહોંચાડશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 9:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.

ક્રૂઝમાં કોઈ ડ્રગ્સ સાથે પકડાશે તો પોલીસને હવાલે કરશે
એનસીબીએ થોડા દિવસ પહેલા જ ક્રૂઝ પર રેઇડ કરી ડ્રગ્સ પાર્ટી પકડી પાડી હતી. જોકે, આ ઘટના પછી મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા ગેરકાયદેસર પદાર્થ લઇ જઈ શકાશે નહીં અને કોઇ પણ પકડાશે તો પછી ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે. ક્રૂઝમાં કોઇ પણ હથીયાર લઇ જઇ શકાશે નહીં. કોઇ પણ વ્યક્તિ મારામારી કરશે તો પણ પોલીસને હવાલે કરાશે.

untitled1 1636020918

હજીરાથી ગોવા, મુંબઇ, અલીબાગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ શરૂ થઈ શકે
આગામી દિવસોમાં હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે. કારણ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર અગામી 10 વર્ષમાં હજીરાને મુખ્ય પોર્ટ બનાવશે એટલે કે સૌરાષ્ટ્રને સુરતથી મુંબઇ સાથે જોડશે. હજીરા-દીવ બાદ ગોવા, મુંબઇ, અલીબા હગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ સેવા શરૂ થાય તો નવાઇ નહીં.

untitled2 1636020929

વિવિધ ભાવ પત્રક
VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000 અને પ્રિમિયમ ડબલ કેબિનના રૂ. 7000 ફેર છે. જો કે, આ ફેર સુરત-દીવનું છે. એ જ રીતે હજીરા-દીવ-હજીરાનું VIP લોન્ચનું રૂ. 6000, પ્રિમિયમ સિંગલ કેબિનનું રૂ. 8500, પ્રિમિયમ ડબલ કેબિનનું રૂ. 12,000 છે.