ગૂગલ મેપ્સનું ‘ટોલ પ્રાઈઝ’ ફીચર હવે તમને ટોલ ટેક્સથી બચાવશે, ભારત, ઈન્ડોનેશિયા અને અમેરિકામાં રોલઆઉટ થશે

  • ટોલ ફ્રી રૂટ્સ તમને એવા રૂટ બતાવશે જેમાં ટોલ પ્લાઝા નહીં હોય

ગૂગલે ગૂગલ મેપ્સ માટે નવુ ફીચર રજૂ કર્યું છે. તેની મદદથી હવે યુઝર્સ પોતાની ટ્રિપ શરૂ કરતા પહેલા ટોલ પર વસૂલવામાં આવતા એક્સપેક્ટેડ પ્રાઈઝ વિશે જાણી શકશે અને ટોલ-ફ્રી રૂટ્સને પણ ઓળખી શકશે. જ્યાં એક્સપેક્ટેડ ટોલની કિંમતોથી તેમની ટ્રિપ પર આવતા ટોલ પ્લાઝા પર લાગતા કૂલ ચાર્જ વિશે જાણી શકાશે તેમજ ટોલ ફ્રી રૂટ્સ તમને એવા રૂટ બતાવશે જેમાં ટોલ પ્લાઝા નહીં હોય. આ રીતે તમે ટોલ આપ્યા વગર તમારા ટેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો.

તેની સાથે જ iOS યુઝર્સ માટે પિન્ડ ટ્રિપ વિજેટનો ઓપ્શન પણ લાવ્યું છે. iOS માટે ગૂગલ મેપ્સને હોમ સ્ક્રીન પર પિન્ડ વિજેટની સાથે પણ અપડેટ કરવામાં આવ્યું છે. તેમજ એપલ વોચની સાથે તમે ડાયરેક્ટ નેવિગેશન ચેક કરી શકો છો. આ અપડેટ iOS પર ગૂગલ મેપ્સની સાથે સિરી અને શોર્ટકટ્સને ઈન્ટ્રીગ્રેટ કરશે, જે આ વર્ષના અંતમાં આવશે.

આ ફીચર ભારત, ઈન્ડોનેશિયા અને અમેરિકા જેવા દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે

ગૂગલે જણાવ્યું કે, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન અને અમેરિકામાં યુઝર્સ આ મહિનાના અંતમાં ગૂગલ મેપ્સ એપ પર ટોલ પ્રાઈસિઝને એક્સેસ કરી શકશે. ટોલ પ્રાઈઝ ફીચર લોકલ ટોલિંગ ઓફિસરની જાણકારી પર નિર્ભર કરશે. ગૂગલ ટૂંક સમયમાં બીજા દેશોમાં ટોલ પ્રાઈઝ ફીચર માટે સપોર્ટ લાવશે.

2000થી વધુ ટોલ રોડ પર ડિટેલ આપશે

ટોલ પ્રાઈઝ ફીચર યુઝર્સને તેમના રૂટ પર ટોલના ખર્ચને કેલ્ક્યુલેટ કરવા, જેમાં ટોલ પાસ, અઠવાડિયાનો દિવસ, દિવસનો સમય વગેરે જેવી પેમેન્ટ મેથડ સહિત અનેક ફેક્ટરને ધ્યાનમાં લઈને સક્ષમ બનાવશે. કંપનીનું કહેવું છે કે ગૂગલ મેપ્સ 2,000થી વધારે ટોલ રોડ પર ડિટેલ આપશે.

ટોલ ફ્રી રૂટ વિશે જાણકારી મેળવવામાં મદદ કરશે

જે યુઝર્સ સંપૂર્ણ રીતે ટોલથી બચવા માગે છે, તેમના માટે ગૂગલ મેપ ટોલ ફ્રી રૂટને જોવાનો ઓપ્શન આપતું રહેશે. કંપનીના અનુસાર, યુઝર્સ રૂટ ઓપ્શન સુધી પહોંચવા માટે એપના ટોપ પર ત્રણ ડોટ્સ પર ટેપ કરી શકે છે અને વૈકલ્પિક રૂટ સુધી પહોંચવા માટે અવોઈડ ટોલનો ઓપ્શન પસંદ કરી શકે છે.

iOS યુઝર્સ માટે નવું અપડેટ

ટોલ પ્રાઈઝ ફીચરની સાથે કંપનીએ iOS યુઝર્સ માટે એક નવા અપડેટની પણ જાહેરાત કરી જેને પિન્ડ ટ્રિપ વિજેટ કહેવાશે. આ ફીચર યુઝર્સને ગૂગલ મેપ્સ એપ પર ગો ટેબમાં પિન કરવામાં આવેલી ટ્રિપ બતાવશે. આ અપડેટ સારી એપલ વોચ સપોર્ટ પણ લાવશે, જેમાં સ્માર્ટવોચ પર ઓટોમેટિકલી નેવિગેટ કરવાનું ફીચર પણ સામેલ છે.