15 કિરદારોમાં અટવાયો ક્રૂઝ ડ્રગ્સ કેસ:દરેક ચહેરાની એન્ટ્રીથી બદલાઈ કેસની દિશા, આર્યનથી શરૂ થયો ખેલ, હવે NCB માટે બન્યો પડકારજનક

 

  • એક સમયે આ કેસનો હીરો NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે હવે ચોતરફ પ્રશ્નોના ઘેરાવામાં આવી ગયા

                                                                                                                                                                                               કાર્ડેલિયા ક્રૂઝથી શરૂ થયેલી ડ્રગ્સની કહાની સ્વરૂપમાં દરેક નવા કિરદારની એન્ટ્રી સાથે ટર્નિંગ પોઇન્ટ આવી રહ્યાછે. અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ નવાબ મલિકના નવા-નવા ખુલાસાએ આ કેસની દિશા જ બદલી નાખી છે. એક સમયે આ કેસનો હીરો બની ગયેલ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે હવે ચોતરફ પ્રશ્નોના ઘેરાવામાં આવી ગયા છે.

                                                                                                                                                                                              તેમનું પોતાનું ડિપાર્ટમેન્ટ જ તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરી ચુક્યું છે. મલિકે વાનખેડે પર નકલી કાસ્ટ સર્ટીફિકેટ બનાવવાથી લઈ તેમની સાળીની ડ્રગ્સ કારોબારમાં સંડોવણી સુધીના અનેક આરોપ લગાવ્યા છે. પોતાની જાતને યોગ્ય સાબિત કરવા માટે વાનખેડે સુપ્રિમ કોર્ટના પંચથી લઈ કોર્ટ સુધી સતત સ્પષ્ટતા માટે હાજર થતા રહ્યા છે. આ કેસમાં દરરોજ નવા-નવા કિરદારોની એન્ટ્રી થઈ રહી હોવાથી ડ્રગ્સનો આ કેસ વધુ ગુચવાઈ રહ્યો છે.

                “આજે અમે આ કેસ સાથે જોડાયેલા દરેક કિરદાર અંગે વિગતવાર માહિતી આપશું,આ એવી વ્યક્તિઓ છે કે જે આ કેસને નવો વળાંક આપી રહ્યા છે”

 

1. “આર્યન ખાન”
                               ક્રૂઝ ડ્રગ્સ કેસનો સૌથી પહેલો અને અત્યંત મહત્વનો કિરદાર છે આર્યન ખાન. NCBની ટીમે તેની 2 ઓક્ટોબરના રોજ કોર્ડેલિયા ક્રૂઝ પરથી ધરપકડ કરી હતી અને રાત્રી દરમિયાન NCB ઓફિસમાં રાખવામાં આવ્યા બાદ 3 ઓક્ટોબરના રોજ તેની ધરપકડને દર્શાવવામાં આવી હતી. પંચનામા પ્રમાણે આર્યને સ્વીકાર કર્યો છે કે તેણે ડ્રગ્સ લીધુ હતું. બે વખત જામીન અરજી નકાર્યાં બાદ 8 ઓક્ટોબરના રોજ તેને મુંબઈની આર્થર રોડ જેલ મોકલી આપવામાં આવેલો અને બોમ્બે હાઈકોર્ટ પાસે જામીન મળ્યા બાદ 29 ઓક્ટોબરના રોજ જેલમાંથી મુક્તિ થઈ હતી.

2. “કિરણ ગોસાવી”
                                આર્યન ખાનની ધરપકડ બાદ અન્ય એક વ્યક્તિ સામે આવી. તેમા કિરણ ગોસાવી નામની આ વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેતા દેખાઈ હતી. આ તસવીર રેડ બાદની હતી. શરૂઆતમાં ગોસાવીને NCBના અધિકાર તરીકે ઓળખવામાં આવતા હતા અને અહીંથી જ આ કેસમાં એક નવો વળાંક આવ્યો. ગોસાવી હકીકતમાં એક સ્વતંત્ર સાક્ષી હતા. NCP નેતાએ દાવો કર્યો હતો કે ગોસાવી એક પ્રાઈવેટ ડિટેક્ટિવ છે. તેની સામે 2018માં પુણેમાં છેતરપિંડીનો કેસ દાખલ છે. ત્યારબાદ સતત ગોસાવીની સામે દાખલ ચાર કેસ અંગે જાણકારી મળી અને તેની ધરપકડ કરવામાં આવી. અત્યારે તે પુણે પોલીસની કસ્ટડીમાં છે.

3. “નવાબ મલિક”
                                ગોસાવીની હકીકત સૌથી પહેલા મહારાષ્ટ્ર સરકારમાં લઘુમતી કલ્યાણ બાબતના મંત્રી નવાબ મલિક સામે લઈને આવ્યા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગોસાવી એક પ્રાઈવેટ ડિટેક્ટિવ છે અને તેમની સામે પુણે અને મહારાષ્ટ્રના કેટલાક અન્ય શહેરોમાં છે કેસ દાખલ કરવામાં આવેલ છે. નવાબ મલિક સતત ક્રૂઝ ડ્રગ્સ કેસ, સમીર વાનખેડે,ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસ, ભારતીય જનતા યુવા મોરચાના નેતા મહિત કંબોજ અંગે પણ ખુલાસા કરી રહ્યા છે. તેઓ આ તમામને ડ્રગ્સ કેસના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. મલિકના ખુસાલા બાદ ડ્રગ્સ કેસનો ટ્રેક ચેન્જ થઈ ગયો છે અને NCB હવે કેસમાં કાર્યવાહીને બદલે મલિક દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની તપાસ કરી રહી છે.

4. “સમીર વાનખેડે”
                                આ કેસમાં હવે પછીની અને મહત્વની કડી છે NCBના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે. પ્રથમ વખત સમુદ્ર વચ્ચે ડ્રગ્સ પાર્ટીનો ખુલાસો કરી હીરો બનેલા વાનખેડે હવે ધીમે ધીમે વિવાદોમાં ફસાતા જાય છે. નવાબ મલિકે તેમની પર વસૂલી કરવાથી લઈ ખોટા કેસમાં લોકોને ફસાવવા સુધીના આરોપ લગાવ્યા છે. મલિકના મતે વાનખેડેએ આર્યનનું અપહરણ કર્યું અને તેના ઈશારે શાહરુખના સ્ટાફ પાસેથી 25 કરોડની ખંડણીની માગ કરી. આ ઉપરાંત વાનખેડે પર લાખો રૂપિયાના સૂટ-બૂટ પહેરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. વાનખેડે આ કેસમાં સતત સ્પષ્ટતા રજૂ કરતા રહ્યા છે અને અત્યારે આર્યન સહિત 6 કેસની સીધી તપાસમાંથી તેમને હટાવવામાં આવ્યા છે.
                                                                                                                                                                                                                                                                     5. “પ્રભાકર સઈલ”
                                 કિરણ ગોસામીના બોડીગાર્ડ પ્રભાકર સઈલ પણ આ કેસની મહત્વની કડી છે. તેમણે જ NCB અધિકારી સમીર વાનખેડે પર વસૂલાતના ખેલમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. પ્રભાકરે કહ્યું હતું કે તેણે કિરણ ગોસાવીને શાહરુખના સ્ટાફ પાસેથી રૂપિયા 25 કરોડ લાંચ માગતા સાંભળ્યા હતા અને તેમની વચ્ચે રૂપિયા 18 કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી. આ આરોપ બાદ NCBની વિઝીલેન્સ ટીમે આ કેસમાં એન્ટ્રી કરી હતી અને કેસની દિશા બદલાઈ ગઈ હતી.

6. “સૈમ ડિસુઝા”

                                કિરણ ગોસામી અને સમીર વાનખેડે પર વસૂલીના આરોપ લગાવનાર પ્રભાકર સઈલે પોતાના સોગંદનામામાં સૈમ ડિસૂઝાનું નામ લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આર્યન ખાન અને સૈમ ડિસૂઝાની ફોન પર વાત કરાવ્યા બાદ કિરણ ગોસામીએ શાહરુખ ખાનના મેનેજર પૂજા દદલાની સાથે મુલાકાત કરી હતી. તે સમયે પૂજા દદલાની સાથે સૈમ ડિસૂઝા પણ હતા. સૈમે જ શાહરુખના સ્ટાફ પાસેથી રૂપિયા 50 લાખ લીધા હતા. જોકે, સૈમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ખેલનો માસ્ટરમાઈન્ડ કિરણ ગોસાવી છે.
                                                                                                                                                                                                                                                            7.”અચિવ કુમાર”
                                એનસીબીએ ક્રૂઝ સાથે આર્યન ખાન, અરબાઝ મર્ચેટ, મુનમુન ધમીચા સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આર્યન અને અરબાઝે અચિત કુમારનું નામ લીધુ હતું. અચિતને ડ્રગ પેડલર ગણાવ્યો હતો. એનસીબીના જણાવ્યા પ્રમાણે અચિત નિયમિતપણે અરબાઝ અને આર્યનને ડ્રગ્સનો સપ્લાઈ કરતો હતો. અદાલતમાં પણ આર્યન તરફથી કહેવામાં આવ્યું કે અચિત કુમારના સંપર્કમાં હતો. આર્યનની કેટલીક ડ્રગ ચેટ પણ અચિત કુમાર સાથે મળી હતી.

8. “અનન્યા પાંડે”
                                અભિનેત્રી અનન્યા પાંડેનું નામ આર્યન ખાનના વ્હોટ્સએપ ચેટથી સામે આવ્યું છે. NCBની તપાસમાં જાણવા મળ્યું કે આર્યન અને અનન્યા વચ્ચે ડ્રગ્સ મુદ્દે વ્યાપક ચર્ચા થતી હતી. અનન્યા પણ આર્યનને અનેક વખત ડ્રગ્સ ઉપલબ્ધ કરાવતી હતી. અનન્યાની પણ NCB અનેક વખત પૂછપરછ કરી ચુકી છે.

9. “મોહિત કંબોજ”

                                 આ કેસમાં હવે પછીનો કિરદાર છે ભાજપના નેતા મોહિત કંબોજ ઉર્ફે મોહિત ભારતીય નવાબ મલિકે આરોપ લગાવ્યા છે કે NCBએ તેના સાળાને ક્રૂઝમાંથી પકડ્યો હતો, પણ ભાજપના એક કેન્દ્રીય મંત્રીના કહેવાથી તેને અને અન્ય બે વ્યક્તિને છોડવામાં આવ્યા હતા. મલિકે એવો પણ આરોપ લગાવ્યો કે કંબોજ આ ડ્રગ્સ કેસના માસ્ટરમાઈન્ડ છે અને તેના સાળાએ જ આર્યનને ફસાવવા માટે તેને ક્રૂઝ પર બોલાવ્યો હતો. મલિકના જણાવ્યા પ્રમાણે મોહિત અને સમીર વાનખેડે વચ્ચે સારી મિત્રતા છે અને તેમના દ્વારા આરોપ લગાવ્યા બાદ બન્ને મળ્યા હતા.

                                 મોહિતકંબોજ ભાજપના મુંબઈ એકમના મહાસચિવ છે. તેમની સામે CBIની આર્થિક ગુના શાખા તપાસ કરી રહી છે. કંબોજ 2016થી 19 વચ્ચે ભારતીય જનતા પાર્ટીની મુંબઈ યુવા શાખાના અધ્યક્ષ પણ હતા. ઓગસ્ટ 2019માં તેમણે મુંબઈ ભાજપના મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

10. “સુનિલ પાટિલ”
                                   આ કેસનો હવે પછીનો કિરદાર છે સુનિલ પાટિલ. તેનું નામ સૌથી પહેલા ડિસૂઝાએ એક ઈન્ટરવ્યૂમાં લીધું હતું. ડિસૂઝાના જણાવ્યા પ્રમાણે પાટિલના કહેવાથી જ તેઓ ક્રૂઝ રેડમાં સામેલ થયા હતા. પાટિલને ભાજપ નેતા મોહિત કંબોજે NCPના અધિકારી ગણાવી ડ્રગ્સ કેસના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. જોકે, સુનિલ પાટીલે પોતાને આ કેસના પીડિત ગણાવ્યા હતા. સુનિલ પાટીલના મતે ક્રૂઝ પર દરોડો પાડવામાં મનીષ ભાનુશાળીએ તેમની મદદ માગી હતી અને સૈમ ડિસૂઝાનો નંબર તેમની પાસેથી મનીષ ભાનુશાળી તથા તેના સાથીઓને આપ્યા હતા. સુનીલ પાટીલનું કહેવું છે કે તેને દિલ્હી બોલાવી તેમની સાથે મારઝૂડ કરી અને મોં નહીં ખોલવા ધમકી આપી હતી.

11. “કાશિફ ખાન”
                                   કાશિફ ખાનને નવાબ મલિકે ક્રૂઝ ડ્રગ પાર્ટીના આયોજક માનવામાં આવે છે. મલિકના મતે કાશિફ ખાન સેક્સ રેકેટ, ડ્રગ રેકેટ ચલાવવાનો આરોપી છે. તેઓ ફેશન ટીવી ઈન્ડિયાના MD પણ છે. મલિકે કહ્યું કે કાશિફ ખાન પર દેશમાં અનેક કેસ દાખલ છે. કાશિફ વાનખેડેના નજીકના છે, આ માટે તેમની પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. મલિકે કાશિફની પ્રેમિકાના બંદૂક સાથે કેટલાક ફોટો પણ મીડિયાને આપ્યા હતા. નવાબ મલિકનો આરોપ છે કે કાશિફ ખાન એક સમયે તિહાર જેલમાં કેદ હતો.

12. “અરબાજ મર્ચેટ”

                                   આર્યન ખાનનો બાળપણનો મિત્ર છે, અરબાઝ મર્ચેન્ટ ક્રૂઝ પર આર્યન તેની સાથે જ હતો અને તેની પાસે NCBને ડ્રગ્સ મળ્યું હતું. અરબાઝ માટે કહ્યું કે તેણે આર્યન સાથે અનેક વખત ડ્રગ્સનું સેવન કરતો હતો. તે પણ આર્યન સાથે આર્થર રોડ જેલમાં આશરે 22 દિવસ સુધી બંધ હતા.
                                                                                                                                                                                                                                                                      13. “મનીષ ભાનુશાળી”
                                  મનીષ ભાનુશાળી ભાજપનો નેતા છે અને તેની PM તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે તસવીરો પણ છે. નવા મલિકના મતે આર્યન ખાનના ક્રૂઝ પર હોવાની જાણકારી મનીષ ભાનુશાળીને અગાઉથી હતી. મલિકના મતે ભાજપ નેતાઓના ઈશારે આ રેડ પાડવામાં આવી હતી અને ભાનુશાળી દિલ્હીમાં કેટલાક મોટા નેતાઓથી મળ્યા હતા. જોકે, મલિકના આરોપ પર ભાનુશાળીએ પોતાના જીવનું જોખમ ગણાવી સુરક્ષાની માગ કરી હતી.

14.”પૂજા દદલાની”
                                 પૂજા દદલાણી આ કેસની એક મહત્વની કિરદાર પણ છે, કારણ કે પ્રભાકર સઈલ અને સૈમ ડિસૂઝાએ કહ્યું હતું કે 25 કરોડની સમજૂતીની વાત શાહરુખના સ્ટાફ સાથે થઈ હતી. આ સાથે એવું માનવામાં આવે છે કે પૂજા દદલાની જ શાહરુખની એ સ્ટાફ છે. જોકે, અત્યાર સુધી તેમના તરફથી આ અંગે કોઈ સફાઈ આવી નથી. NCBની ટીમ તેમની બે વખત પૂછપરછ કરી ચુકી છે અને મુંબઈ પોલીસે પણ પૂજાને સમન પાઠવ્યું છે.

15. “મુનમુન ધમેચા”
                                  NCBના આર્યન ખાન ડ્રગ કેસમાં મુનમુન ધમેચા પર ડ્રગ્સ લેવા અને ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો છે. 39 વર્ષિય ફેશન મોડલ મુનમુન બિઝનેસ ફેમિલી સાથે સંકળાયેલ છે. મુનમુનને એનસીબીએ 3 ઓક્ટોબરના રોજ ડ્રગ્સ રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની રહેવાસી મુનમુનના માતાપિતાનું મૃત્યુ થઈ ચુક્યું છે. તેઓ પોતના ભાઈ પ્રિંસ ધમેચા સાથે દિલ્હીમાં રહે છે.