ત્રણ જ દિવસમાં 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું, કમાણીમાં હોલિવૂડ ફિલ્મ્સને પછાડી

  • RRR 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ છે

એસએસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે વર્લ્ડવાઇડ 223 કરોડની કમાણી કરી હતી. ત્રણ દિવસમાં આ ફિલ્મે 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

ત્રીજા દિવસે કેટલી કમાણી ?

  • ફિલ્મના હિંદી વર્ઝને ત્રીજા દિવસે 31.50 કરોડની કમાણી કરી છે. હિંદી વર્ઝને ત્રણ દિવસમાં 74.50 કરોડની કમાણી કરી છે, જ્યારે વર્લ્ડવાઇડ ફિલ્મે ત્રણ દિવસમાં 500 કરોડથી વધુ કમાયા છે.

વીકેન્ડમાં વિશ્વભરમાં ટોચ પર રહી:

  • ‘RRR’એ 25થી 27 માર્ચની વચ્ચે 60 મિલિયન ડોલરની કમાણી કરી છે. બીજા નંબરે ‘બેટમેન’ મૂવી રહી છે. આ ફિલ્મે 45.5 મિલિયન ડોલરની કમાણી કરી છે, જ્યારે 35 મિલિયન ડોલરની કમાણી સાથે ‘ધ લોસ્ટ સિટી’ ત્રીજા સ્થાને છે

પેન્ડેમિક એરામાં ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી કરી:

  • ‘RRR’ પેન્ડેમિક એરામાં ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મનું નામકમાણી (રિલીઝના ત્રીજા દિવસે, કરોડમાં)
RRR31.50
સૂર્યવંશી26.94
8317.41
ગંગુબાઈ કાઠિયાવાડી15.30
ધ કાશ્મીર ફાઇલ્સ15.10

રિલીઝ પહેલાં 400 કરોડની કમાણી:

  • ‘RRR’એ થિયેટ્રિકલ રાઇટ્સ વેચીને 470 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં જુનિયર NTR, રામચરણ તેજા, આલિયા ભટ્ટ, અજય દેવગન જેવાં કલાકારો છે. ફિલ્મની વાર્તા બે સ્વાતંત્ર્ય સેનાની પર આધારિત છે.