ચીન પાક.ના સૈન્ય સાથે મળીને કોરોના જેવો સ્ટ્રેન બનાવી રહ્યું છે

  • ચીનની વુહાન લેબ અને પાક. સૈન્યની ડેસ્ટો એજન્સીનું બાયો વેપન

દુનિયા કોરોનાના કેરથી બહાર આવી જ રહી હતી કે ચીન તેના પિછલગ્ગુ પાક. સૈન્ય સાથે કોરોના જેવો નવો સ્ટ્રેન(વાઈરસ) બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન પોર્ટલ ધ ક્લેસોનમાં એન્થની ક્લેનના રિપોર્ટ અનુસાર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નિર્દેશ પર પાક.માં આ ઘાતક બાયો વેપન તૈયાર થઈ રહ્યું છે.

કુખ્યાત વુહાન વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ(ડબ્લ્યૂઆઈવી) અને પાક. સૈન્ય હેઠળ આવતા ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઈઝેશ(ડેસ્ટો) નવો સ્ટ્રેન બનાવી રહ્યા છે. પાક.ની જે લેબમાં આ નવો કોરોના સ્ટ્રેન વિકસિત કરાઈ રહ્યો છે તેની પાસે બાયો સેફ્ટી લેવલ-4 છે. એટલે કે આ લેબમાં ઘાતક સ્ટ્રેન બનાવી શકાય છે.

સિંગાપોર યુનિવર્સિટીના ડૉ. રયાન ક્લૉર્ક કહે છે કે ચીન અને પાક.ના આ બાયો વેપન પ્રોગ્રામ પર જો આંતરરાષ્ટ્રીય સમુદાયે જલદી રોકની પહેલ ન કરી તો અહીંથી કોરોનાથી અનેક ગણો વધુ ઘાતક વાઈરસ દુનિયા માટે વધુ ઘાતક સાબિત થવાનો છે. તેના પર રોક લગાવવી જોઈએ.

શાંઘાઈ : 2.6 કરોડ લોકો એક મહિનાથી ઘરોમાં કેદ, ભોજન ખતમ, બારીઓમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા છે

શાંઘાઈમાં ગત એક મહિનાથી 2.6 કરોડ લોકો દુનિયાના સૌથી કડક લૉકડાઉનને કારણે ઘરોમાં કેદ છે. વાઈરલ વીડિયોમાં લોકોને પોતાના એપાર્ટમેન્ટની બારીઓમાંથી હેલ્પ-હેલ્પ બૂમો પાડતા સાંભળી અને જોઈ શકાય છે. તેઓ કહે છે કે તેમની પાસે ખાવા માટે ભોજન પણ નથી.

માઓ પોલિસીને રિપીટ કરી રહ્યા છે શી જિનપિંગ

1953માં માઓએ દુકાળ માટે ગૌરેયા ચકલીને દોષિત માની હતી. ઝીરો સ્પેરોની પોલિસી જારી કરાઈ. જિનપિંગે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે. ચીની અધિકારી પેટ્સને મારી રહ્યા છે. વાઈરલ વીડિયોમાં ડૉગ્સને મારતા જોઈ શકાય છે.

દર્દીઓને દાખલ કરવા જરૂરી પણ દવા નથી

ચીનની ઝીરો કોવિડ નીતિ હેઠળ કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે પણ શાંઘાઈ શહેરમાં 50થી વધુ અસ્થાયી હોસ્પિટલમાં દવાઓ જ નથી. સાથે જ મેડિકલ કર્મીઓ પાસે પીપીઈ કિટ અને માસ્ક પણ નથી.