રાજ્યમાં સોસાયટી, જાહેર ઇમારતો અને કોમર્શિયલ બિલ્ડીંગના CCTV લગાવાશે, ફૂટેજ સીધી પોલીસની આંખ સામેથી પસાર થશેJoin Our Whatsapp Group
Join Now
  • ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જ આ અંગે વિધેયક પસાર કરાશે

ગુજરાતમાં હવે રાજ્ય સરકાર CCTV અંગેની નવી નીતિ ઘડી રહી છે. જેમાં તમામ જાહેર સ્થળો પરની કોમર્શિયલ ઈમારતો અને સોસાયટીઓમાં આંતરિક CCTV ફુટેજ મુકવામાં આવશે, તેમાં પણ 200થી વધુ વ્યક્તિઓની અવરજવર રહેતી હશે ત્યાંના CCTV માટેનો એક સેન્ટ્રલ કમાન્ડ જે તે પોલીસ મથકમાં હશે અને તેનો ડેટા અને ફુટેજ પણ શેર કરી શકાશે. આ ઈન્સ્ટોલેશન અને ડેટા શેરિંગ પોલિસી માટેનું કર્ણાટકની પેટર્ન મુજબનું વિધેયક વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.

આઈ-વે પ્રોજેક્ટ મોટા શહેરોમાં અમલી બનાવી દીધા:-

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના કડક અમલની સાથે ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરવા સરકાર અલગ અલગ નીતિ નિયમો બનાવી રહી છે. જેમાં રાજ્યમાં ગુનાઓ ઉકેલવા CCTVએ મોટી ભૂમિકા ભજવી છે અને તેથી જ સરકાર આ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માંગે છે. હાલ રાજ્ય સરકારે સ્થાનિક પોલીસ તંત્રના કમાન્ડ હેઠળ આઈ-વે પ્રોજેક્ટ મોટા શહેરોમાં અમલી બનાવી દીધા છે અને તેનો એક કંટ્રોલરૂમ પણ પોલીસ મથકમાં છે. જેના પરથી શહેરભરની પરીસ્થિતિ પર નજર રહે છે.

CCTV

ટ્રાફિક નિયમના ભંગમાં પણ આ આઈ-વે પ્રોજેકટ મહત્વનો સાબિત થયો:-

એટલું જ નહી ટ્રાફિક નિયમના ભંગમાં પણ આ આઈ-વે પ્રોજેકટ મહત્વનો સાબિત થયો છે અને જાહેર ઈમારતો-સોસાયટીઓએ કોમન ભાગોમાં CCTV ફરજીયાત છે. જેથી આંતરિક રીતે કોઈપણ ગુનાખોરીના પુરાવા મળી રહે છે.

ગૃહ વિભાગ રિયલ ટાઇમ ફૂટેજ ઉપલબ્ધ બને તેમ ઈચ્છે છે:-

હવે રાજ્ય સરકારે આ નેટવર્ક વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી છે. ખાસ કરીને ગૃહ વિભાગ ઈચ્છે છે કે જાહેર ઈમારતો, સોસાયટીઓના CCTVના રિયલ ટાઈમ ફૂટેજ પોલીસને ઉપલબ્ધ રહે, જેની શહેરભરની પરીસ્થિતિ પર એક કમાન્ડ જેવી સ્થિતિ નજીકના પોલીસ સ્ટેશન કે પોલીસના સેન્ટ્રલ કમાન્ડમાં રહેશે.

See also  ICPS Morbi Recruitment 2022
CCTV 2

રેકોર્ડર સહિતની ગુણવતા પણ સુનિશ્ચિત કરાશે આ કાયદા અનુસાર CCTV ફુટેજનો ઉપયોગ ફક્ત મર્યાદીત હેતુ માટે થશે, તેમ છતાં પણ કોઈ વ્યક્તિગત હેતુ કે રાજકીય, સામાજિક ‘નજર’ રાખવા થઈ શકે તેવો ભય પણ રહેલો છે. જો કે પ્રાઈવસીનો ભંગ ન થાય તેવો કાયદો બનાવવામાં આવશે તથા આ કાયદામાં કેમેરા તેના ફાઈબર ઓપ્ટિકલ કેબલ અને રેકોર્ડર સહિતની ગુણવતા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત કેમેરા ગોઠવવા અંગે પણ કાયદામાં ખાસ જોગવાઈ કરવામાં આવશે.

બિહારના પટનામાં 2500 CCTV લગાવાશે:-

બિહારના પટનામાં પણ 221 કરોડના ખર્ચે 2500 CCTV લગાવવાની યોજનાને મંજૂરી મળી ગઈ છે. પટનાના આ પ્રોજેક્ટમાં એક જ સ્થળેથી તમામ જગ્યાએ નજર રાખી શકાશે.

CCTV 3

સૌથી પહેલા CCTV 1942માં જર્મનીમાં લગાવાયા હતા:-

દુનિયામાં ક્રાઇમ રોકવા અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે CCTVની ભૂમિકા મહત્વની સાબિત થઈ રહી છે. 1942માં જર્મનીમાં દુનિયાનો પહેલા CCTV કેમેરા લગાવવામાં આવ્યો હતો. જેના 8 દાયકા બાદ આજે વિશ્વમાં 77 કરોડથી વધુ કેમેરા લાગી ચૂક્યા છે. જેમાં ચીન અને ભારતના શહેરોમાં CCTVની સંખ્યા વધુ છે.

CCTV 4

CCTV મામલે દિલ્હી વિશ્વભરમાં પ્રથમ નંબર પર:-

ગત વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાએ સૌથી વધુ CCTV ધરાવતા શહેરોની યાદી જાહેર કરી હતી. જેમાં દિલ્હીમાં પ્રતિ સ્કવેર માઇલ 1826 CCTV લગાવ્યા છે. જે ચેન્નઈથી 3 ગણા અને મુંબઈથી 11 ગણા છે. CCTV મામલે દિલ્હી વિશ્વભરમાં પહેલા નંબર પર છે. સિંગાપોર અને શાંઘાઈ પણ દિલ્હીથી પાછળ છે.