- ‘સૂર્યવંશી’એ માત્ર 5 દિવસમાં બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી
કોરોના બાદ થિયેટરમાં ફરી એકવાર રોનક આવી છે. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ માત્ર 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટર થઈ છે. આ સાથે જ અક્ષય કુમારના કરિયરની આ 15મી ફિલ્મ 100 કરોડથી વધુ કમાણીના લિસ્ટમાં સામેલ થઈ છે. સલમાન ખાનની પણ અત્યાર સુધી 15 ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ છે.
અક્ષયની બે ફિલ્મ 200 કરોડ ક્લબમાં
અક્ષય કુમારની બે ફિલ્મે 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે, જેમાં ‘ગુડ ન્યૂઝ’ તથા ‘મિશન મંગલ’ સામેલ છે. ‘હાઉસફુલ 4’, ‘2.0’ તથા ‘કેસરી’એ 150 કરોડથી વધુની કમાણી કરી છે.
અક્ષય કુમારની 100 કરોડ ક્લબની ફિલ્મ
ક્રમાંક | ફિલ્મનું નામ | રિલીઝ ડેટ | કમાણી (કરોડમાં) |
1 | ગુડ ન્યૂઝ | 27 ડિસેમ્બર, 2019 | 205.14 |
2 | મિશન મંગલ | 15 ઓગસ્ટ, 2019 | 202.98 |
3 | હાઉસફુલ 4 | 25 ઓક્ટોબર 2019 | 194.6 |
4 | 2.0 | 29 નવેમ્બર, 2018 | 189.55 |
5 | કેસરી | 21 માર્ચ, 2019 | 154.41 |
6 | ટોઇલેટઃ એક પ્રેમકથા | 11 ઓગસ્ટ, 2017 | 134.22 |
7 | રાઉડી રાઠોડ | 1 જૂન, 2012 | 133.25 |
8 | એરલિફ્ટ | 22 જાન્યુઆરી, 2016 | 128.1 |
9 | રૂસ્તમ | 12 ઓગસ્ટ, 2016 | 127.49 |
10 | જોલી LLB 2 | 10 ફેબ્રુઆરી 2017 | 117 |
11 | હોલિડે | 6 જૂન, 2014 | 112.45 |
12 | હાઉસફુલ 3 | 3 જૂન, 2016 | 109.14 |
13 | હાઉસફુલ 2 | 6 એપ્રિલ, 2012 | 106 |
14 | ગોલ્ડ | 15 ઓગસ્ટ, 2018 | 104.72 |
15 | સૂર્યવંશી | 5 નવેમ્બર, 2021 | 102.81 |
સલમાન ખાનની 100 કરોડ ક્લબની ફિલ્મ
ક્રમાંક | ફિલ્મનું નામ | રિલીઝ ડેટ | કમાણી(કરોડમાં) |
1 | ટાઈગર ઝિંદા હૈ | 22 ડિસેમ્બર, 2017 | 339.16 |
2 | બજરંગી ભાઈજાન | 17 જુલાઈ, 2015 | 320.34 |
3 | સુલતાન | 6 જુલાઈ, 2016 | 300.45 |
4 | કિક | 25 જુલાઈ, 2014 | 231.85 |
5 | ભારત | 5 જુલાઈ, 2019 | 211.07 |
6 | પ્રેમ રતન ધન પાયો | 12 નવેમ્બર, 2015 | 210.16 |
7 | એક થા ટાઇગર | 15 ઓગસ્ટ, 2012 | 198.78 |
8 | રેસ 3 | 15 જૂન, 2018 | 166.40 |
9 | દબંગ 2 | 21 ડિસેમ્બર, 2012 | 155 |
10 | બૉડીગાર્ડ | 31 ઓગસ્ટ, 2011 | 148.86 |
11 | દબંગ 3 | 20 ડિસેમ્બર, 2019 | 146.11 |
12 | દબંગ | 10 સપ્ટેમ્બર, 2010 | 138.88 |
13 | રેડી | 3 જૂન, 2011 | 119.78 |
14 | ટ્યૂબલાઇટ | 23 જૂન, 2017 | 119.26 |
15 | જય હો | 24 જાન્યુઆરી, 2014 | 116 |
અક્ષય કુમારની ‘બેલબોટમ’ ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ થઈ હતી. જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હોત તો ફિલ્મે ચોક્કસથી 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોત તે વાત નક્કી હતી. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટવોન્ટેડ ભાઈ’ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ શકી નહોતી. જો આ ફિલ્મ થિયેટરમાં આવી હોત તો ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા હોત “છેલ્લે 2020માં અજય દેવગનની ફિલ્મે 100 કરોડ કમાયા હતા”
જાન્યુઆરી, 2020માં રિલીઝ થયેલી ‘તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર’એ 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ હવે ‘સૂર્યવંશી’એ કોરોનાકાળમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિકેતન ધીર, સિકંદર ખેર, જેકી શ્રોફ, કુમુદ મિશ્રા, જાવેદ જાફરી, રાજેન્દ્ર ગુપ્તા જેવા કલાકારો છે. ફિલ્મમાં રણવીર સિંહ તથા અજય દેવગનનો કેમિયો છે.