‘ખિલાડી કુમાર’નો ધમાકો:’સૂર્યવંશી’ની 100 કરોડની કમાણી; અક્કીની 15મી ફિલ્મ 100 કરોડ ક્લબમાં, સલમાનના રેકોર્ડની બરોબરી કરી

  • ‘સૂર્યવંશી’એ માત્ર 5 દિવસમાં બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી

કોરોના બાદ થિયેટરમાં ફરી એકવાર રોનક આવી છે. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ માત્ર 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટર થઈ છે. આ સાથે જ અક્ષય કુમારના કરિયરની આ 15મી ફિલ્મ 100 કરોડથી વધુ કમાણીના લિસ્ટમાં સામેલ થઈ છે. સલમાન ખાનની પણ અત્યાર સુધી 15 ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ છે.

અક્ષયની બે ફિલ્મ 200 કરોડ ક્લબમાં
અક્ષય કુમારની બે ફિલ્મે 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે, જેમાં ‘ગુડ ન્યૂઝ’ તથા ‘મિશન મંગલ’ સામેલ છે. ‘હાઉસફુલ 4’, ‘2.0’ તથા ‘કેસરી’એ 150 કરોડથી વધુની કમાણી કરી છે.                                                                               

અક્ષય કુમારની 100 કરોડ ક્લબની ફિલ્મ

ક્રમાંક ફિલ્મનું નામ રિલીઝ ડેટ કમાણી (કરોડમાં)
1 ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બર, 2019 205.14
2 મિશન મંગલ 15 ઓગસ્ટ, 2019 202.98
3 હાઉસફુલ 4 25 ઓક્ટોબર 2019 194.6
4 2.0 29 નવેમ્બર, 2018 189.55
5 કેસરી 21 માર્ચ, 2019 154.41
6 ટોઇલેટઃ એક પ્રેમકથા 11 ઓગસ્ટ, 2017 134.22
7 રાઉડી રાઠોડ 1 જૂન, 2012 133.25
8 એરલિફ્ટ 22 જાન્યુઆરી, 2016 128.1
9 રૂસ્તમ 12 ઓગસ્ટ, 2016 127.49
10 જોલી LLB 2 10 ફેબ્રુઆરી 2017 117
11 હોલિડે 6 જૂન, 2014 112.45
12 હાઉસફુલ 3 3 જૂન, 2016 109.14
13 હાઉસફુલ 2 6 એપ્રિલ, 2012 106
14 ગોલ્ડ 15 ઓગસ્ટ, 2018 104.72
15 સૂર્યવંશી 5 નવેમ્બર, 2021 102.81

સલમાન ખાનની 100 કરોડ ક્લબની ફિલ્મ

ક્રમાંક ફિલ્મનું નામ રિલીઝ ડેટ કમાણી(કરોડમાં)
1 ટાઈગર ઝિંદા હૈ 22 ડિસેમ્બર, 2017 339.16
2 બજરંગી ભાઈજાન 17 જુલાઈ, 2015 320.34
3 સુલતાન 6 જુલાઈ, 2016 300.45
4 કિક 25 જુલાઈ, 2014 231.85
5 ભારત 5 જુલાઈ, 2019 211.07
6 પ્રેમ રતન ધન પાયો 12 નવેમ્બર, 2015 210.16
7 એક થા ટાઇગર 15 ઓગસ્ટ, 2012 198.78
8 રેસ 3 15 જૂન, 2018 166.40
9 દબંગ 2 21 ડિસેમ્બર, 2012 155
10 બૉડીગાર્ડ 31 ઓગસ્ટ, 2011 148.86
11 દબંગ 3 20 ડિસેમ્બર, 2019 146.11
12 દબંગ 10 સપ્ટેમ્બર, 2010 138.88
13 રેડી 3 જૂન, 2011 119.78
14 ટ્યૂબલાઇટ 23 જૂન, 2017 119.26
15 જય હો 24 જાન્યુઆરી, 2014 116

                                                                                                                                                                                                                                                                      “કોરોનાએ બાજી બગાડી”

અક્ષય કુમારની ‘બેલબોટમ’ ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ થઈ હતી. જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હોત તો ફિલ્મે ચોક્કસથી 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોત તે વાત નક્કી હતી. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટવોન્ટેડ ભાઈ’ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ શકી નહોતી. જો આ ફિલ્મ થિયેટરમાં આવી હોત તો ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા હોત                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                “છેલ્લે 2020માં અજય દેવગનની ફિલ્મે 100 કરોડ કમાયા હતા”

જાન્યુઆરી, 2020માં રિલીઝ થયેલી ‘તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર’એ 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ હવે ‘સૂર્યવંશી’એ કોરોનાકાળમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિકેતન ધીર, સિકંદર ખેર, જેકી શ્રોફ, કુમુદ મિશ્રા, જાવેદ જાફરી, રાજેન્દ્ર ગુપ્તા જેવા કલાકારો છે. ફિલ્મમાં રણવીર સિંહ તથા અજય દેવગનનો કેમિયો છે.