Apple iPhone 12 offer: જો તમે એપલ આઇફોન ખરીદવાનું વિચારી રહ્યો છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે કંપની પોતાના ફોન સાથે Airpod મફત આપી રહી છે.
તહેવારોની સીઝન (Festival season) આવતા જ અનેક કંપનીઓએ ભારતીય બજારમાં પોતાની પ્રોડેક્ટ્સ માટે ઑફર શરૂ કરી છે. આવી જ એક ઑફર એપલ (Apple offer on iPhone 12 & iPhone 12 Mini) તરફથી જાહેર કરવામાં આવી છે. આ ઑફર અંતર્ગત એપલ પોતાની બે પ્રોડક્ટ iPhone 12 અથવા iPhone12 મિની ખરીદવા પર એરપૉડ મફત આપી રહી છે. કંપનીની આ ઑફર સાતમી ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે. એપલે આ ઑફર વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરી છે. જોકે, iPhone 12 અથવા iPhone 12 મિનીનો મર્યાદિત સ્ટોક હોવાથી આ ઑફર શરૂઆતના દિવસોમાં જ લાભ લેવો જોઈએ. આ ઑફર વિશે વધારે વિગત જાણીએ.
એપલના ઇન્ડિયા સ્ટોર પેજ પર આ ઑફરની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રાહકોને આ બે ફોનની ખરીદી કરવા પર એપલના એરપૉડ ચાર્જિંગ કેસ સાથે ફ્રીમાં આપવામાં આવશે.
ભારતમાં આ એરપૉડની કિંમત 14,900 રૂપિયા છે, એટલે કે તમને લગભગ 15,000 રૂપિયાનો ફાયદો મળશે. આ ઑફર કંપનીના ફક્ત ભારતના સ્ટોર પર જ મળશે. અમે પહેલા જ જણાવી દીધું છે કે આ ઑફર ચોથી નવેમ્બર સુધી માન્ય રહેશે.
iPhone 12ની કિંમત:
ભારતમાં iPhone 12ના 64 GB સ્ટોરેજવાળા મૉડલની કિંમત 65,900 રૂપિયા છે. જ્યારે 128 જીબી સ્ટોરેજની ક્ષમતા ધરાવતા ફોનની કિંમત 70,900 રૂપિયા છે. કંપનીએ આ ફોનના 256 GB સ્ટોરેજ મૉડલની કિંમત 80,900 રૂપિયા કિંમત રાખી છે. કંપનીએ આ ફોનને અલગ અલગ કલરમાં માર્કેટમાં ઉતાર્યાં છે. જેમાં તમને રેડ, બ્લ્યૂ, પર્પલ, સફેદ, ગ્રીન, બ્લેક કલર મળી રહેશે.
જ્યારે કંપનીએ સ્માર્ટફોન 12 મિનીના 64 જીબી સ્ટોરેજની ક્ષમતા સાથેના મોડલની કિંમત 59,900 રૂપિયા, 128 જીબી સ્ટોરેજ સાથેના ફોનની કિંમત 64,900 રૂપિયા રાખી છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ ક્ષમતા સાથેના ફોન માટે તમારે 74,900 રૂપિયા ચૂકવવા પડશે. iPhone મિનીમાં પણ તમને iPhone 12 જેવા કલર વિકલ્પ મળશે.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ (Flipkart Big Billion Days sale) આગામી 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલ દરમિયાન શોપિંગ પર મસમોટું ડિસ્કાઉન્ટ (big Discount on online shopping) આપવામાં આવશે. દિવાળીના તહેવારો માટે ખરીદી કરવાની આ ઉત્તમ તક છે. ખાસ કરીને સ્માર્ટફોન (smartphone) ખરીદવા ઇચ્છતા લોકો માટે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ મહત્વનો બની જશે. આ સેલમાં ગૂગલ (Google), સેમસંગ (samsung) અને રિયલમી (realme) સહિતની કંપનીના સ્માર્ટફોન (smartphone) પર ભારે છૂટ આપવામાં આવશે. ત્યારે અહીં એવા પાંચ સ્માર્ટફોન અંગે જાણકારી આપવામાં આવી છે, જેમાં બહોળા ડિસ્કાઉન્ટનો લાભ લોકો લઈ શકે છે.