બે વર્ષ પછી ટ્રેનમાં મુસાફરોને પહેલાની જેમ ચાદર-ધાબળો મળશે, જાણો તમારી ટ્રેનમાં મળશે કે નહીં

  • તમામ ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ દ્વારા ખાવાનું મળશે

જો તમે AC કોચમાં રિઝર્વેશન કરાવો છો તો તમારે એક બેગ ઓછી લઈ જવી પડશે, કેમ કે ચાદર-ધાબળાની સુવિધા હવે પહેલાની જેમ ઘણી ટ્રેનોમાં શરૂ કરી દેવામાં આવી છે.

રેલવે બોર્ડે 10 માર્ચે નિર્દેશ આપ્યા હતા:-

આ નિર્દેશ તાત્કાલિક અસરથી લાગુ કરવાનો હતો, પરંતુ તમામ ઝોનલે તેને લાગુ કરવામાં વિલંબ કરી દીધો. 21 માર્ચ 2022ના રોજ આ સૂચનાઓનો અમલ શરૂ થયો હતો. જે છપરાથી દુર્ગ જતી સારનાથ એક્સપ્રેસ, બનારસ નવી દિલ્હી એક્સપ્રેસ અને બરેલી ભુજ એક્સપ્રેસથી શરૂ થઈ હતી. જો કે 15 એપ્રિલ સુધી કેટલીક ટ્રેનોમાં આ સુવિધા શરૂ થઈ જશે. આ સુવિધા અત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં આપવામાં આવી રહી છે.

કોરોનાવાઈરસના કારણે છેલ્લા 2 વર્ષથી AC કોચના પડદા અને ચાદર-ધાબળા (બેડરોલ)ની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. મુસાફરોની અસુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે દ્વારા ડિસ્પોઝલ બેડરોલની સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તેને પૈસા આપીને ખરીદી શકાતા હતા.

શું છે ડિસ્પોઝલ બેડરોલ સર્વિસ?

ડિસ્પોઝબલ બેડરોલ માટે મુસાફરોને અલગથી પૈસા આપવા પડતા હતા. મુસાફરો 300 રૂપિયામાં આ બેડરોલની ખરીદી કરતા હતા. જો કે કેટલાક મુસાફરોને આ સુવિધા સારી લાગી તો કેટલાકને ના ગમી. જે ટ્રેનોમાં ધાબળા-ચાદરની સુવિધા શરૂ થઈ ગઈ છે ત્યાં આ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે.

સવાલઃ શું બેડરોલ માટે મુસાફરો પાસેથી એક્સટ્રા પૈસા લેવામાં આવશે?

જવાબઃ ભોપાલ રેલ ડિવિઝનના પબ્લિક રિલેશન ઓફિસર સુબેદાર સિંહના જણાવ્યા પ્રમાણે…. ભોપલાની લગભગ તમામ ટ્રેનોમાં બેડરોલની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના માટે ટ્રેનમાં મુસાફરો પાસેથી કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં.

તેમજ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ પણ જણાવ્યું કે, બાકી ટ્રેનોમાં પણ મુસાફરોને પૈસા આપવાની જરૂર નહીં પડે. બેડરોલનો ચાર્જ AC બર્થની રિઝર્વેશન ટિકિટમાં પહેલાથી ઉમેરવામાં આવ્યો છે. જો કે ગરીભ રથ અને દુરંતો એક્સપ્રેસના સ્લીપર બર્થના મુસાફરોએ બેડરોલ માટે 25 રૂપિયા ચૂકવવા પડશે.

21 માર્ચથી ઘણી ટ્રેનોમાં બેડરોલ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 એપ્રિલથી બાકી ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ થઈ જશે. 1 એપ્રિલથી ઈન્દોર અને આંબેડકર નગરથી ચાલનારી ટ્રેનોમાં બેડરોલની સુવિધા શરૂ કરવામાં આવી છે.

14 ફેબ્રુઆરીથી IRCTCએ તમામ ટ્રેનોમાં મુસાફરો માટે ફૂડ સર્વિસ પણ શરૂ કરી છે. હવે મુસાફરોને પહેલાની જેમ જ ટ્રેનમાં નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળશે. લંચ અને ડિનર માટે થાળી આપવામાં આવશે. અને નાસ્તાનું મેનુ અલગ હશે.

તમામ ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ દ્વારા ખાવાનું મળશે:-

રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી લગભગ 30% પ્રીમિયમ ટ્રેનોમાં ડિસેમ્બર 2021થી જ કેટરિંગ સર્વિસ શરૂ કરી દેવામાં આવી હતી. જાન્યુઆરી 2022 સુધી 80% ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ શરૂ થઈ ગઈ હતી. 14 ફેબ્રુઆરી 2022 બાકીની 20% ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ શરૂ થઈ ગઈ છે.

આ સાવધાનીઓ સાથે ટ્રેનમાં ખાવાનું ખરીદી શકાય છે:-

  • IRCTCના ઈ-કેટરિંગમાંથી ખાવાનું ઓર્ડર કરી શકાય છે.
  • ખાવાનું ખરીદતા સમયે ઓનલાઈન પેમેન્ટ કરવું.
  • પેકેટના બહારના કવરને તરત જ ફેંકી દો.
  • માસ્ક અને સેનિટાઈઝર તમારી સાથે રાખો

ખાવાનું ઓર્ડર કરવાની રીત:-

મુસાફરો IRCTC મોબાઈલ એપ, www.ecatering.irctc.co.in વેબસાઈટ અથવા એપ અથવા 1323માં કોલ કરીને ઓર્ડર કરી શકે છે. તેની સાથે કેટરિંગવાળી ટ્રેનોમાં ત્યાં જ ઓર્ડર કરીને ખાવાનું લઈ શકો છો.