વિશ્વભરના સમુદ્રોમાંથી 5500 નવા વાઈરસ મળ્યા

  • કોરોનાની ઉત્પત્તિથી શરૂ થઇ વ્યાપક શોધ
  • મોટા ભાગના વાઈરસ અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાંથી મળ્યા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસનો ખતરો હજુ પણ સમગ્ર રીતે ટળ્યો નથી ત્યારે બીજી તરફ વધુ એક આંચકાજનક માહિતી મળી છે. વિશ્વભરના સમુદ્રોમાં વાઈરસોની 5500થી વધુ નવી પ્રજાતિઓ મળી છે. જોકે અહીંયા ચિંતાજનક સમાચાર એ છે કે આ દરેક વાઈરસ પણ કોરોનાની માફક RNA વાઈરસ છે. ભારતના સમુદ્રોમાં પણ આ વાઈરસ જોવા મળ્યા છે.

ખાસ કરીને અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના ઉત્તર-પશ્વિમી વિસ્તારોમાં વાઈરસ મળ્યા છે. વિજ્ઞાનીઓને આટલી મોટી માત્રામાં વાઈરસ મળવાની અપેક્ષા ન હતી. હવે વિજ્ઞાનીઓ આ શ્રેણીને બે ગણી કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી તેના ટેક્સોર્નોમિક સમૂહને વર્ગીકૃત કરી શકાય.

ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર મેથ્યુ સુલિવને એક નિવેદનમાં કહ્યું કે સમુદ્રમાંથી મળેલા વાઈરસમાં વધુ અંતર છે. આ બધા નવા ફાઇલમના છે. તેમાંથી એક ટારાવિરિકોટા દરેક સમુદ્રમાં જોવા મળ્યો છે. આ ઇકોલોજીના હિસાબથી ખૂબ જ જરૂરી છે.

મેથ્યુ સુલિવન અનુસાર આ 5500 RNA વાઈરસ ખૂબ જ નાની સંખ્યામાં છે. હજુ વધુ શોધ કરવાની પણ બાકી છે. હજુ પણ લાખોની સંખ્યામાં વધુ વાઈરસ મળે તેવી સંભાવના છે. હાલમાં જ તેને લઇને એક અભ્યાસ પ્રકાશિત થયો છે. જેમાં કહેવાયું છે કે, વિજ્ઞાનીઓએ વાઈરસની શોધ માટે વિશ્વભરના સમુદ્રોના 121 વિસ્તારોના પાણીમાંથી 35 હજાર સેમ્પલ એકત્ર કર્યા હતાં. આ એક ઓશંસ કન્સોર્ટિયમ નામના ગ્લોબલ પ્રોજેક્ટનો એક હિસ્સો છે.

વિજ્ઞાનીઓએ સમુદ્રી પ્લેન્કટૉન્સની જેનેટિક સિકવન્સનો પણ અભ્યાસ કર્યો હતો. તેની અંદર જ આ RNA વાઈરસ મળ્યા છે. દરેક RNA વાઈરસમાંથી એક પ્રાચીન જીન RdRp મળ્યો છે. પરંતુ તે અન્ય વાઈરસ અને કોષોમાં નથી મળ્યો. વિજ્ઞાનીઓને કુલ 44 હજાર જીન સિકવેન્સ કર્યા છે. પરંતુ તેમાં RdRp જીન અબજો વર્ષ જૂનું છે. તેનું અનેકવાર અસ્તિત્વ જોવા મળ્યું છે. તે અતિ પ્રાચીન હોવાથી તેની ઉત્પત્તિ અંગે અભ્યાસ કરવો પણ વધુ પડકારજનક છે.

મેથ્યુ અનુસાર શોધવામાં આવેલા 5500થી વધુ નવા RNA વાઈરસને પાંચ નવી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ટારાવિરિકોટા, પોમીવિરિકોટા, પેરાજેનોવિરિકોટા, વામોવિરિકોટા, આર્કટિવિરિકોટા સામેલ છે. ટારાવિરિકોટા દરેક સમુદ્રમાં ઉપલબ્ધ હતો, જ્યારે આર્કટિવિરિકોટા માત્ર ઉત્તર ધ્રુવ પર સ્થિત માર્કટિક સમુદ્રમાં જ જોવા મળ્યો હતો. હવે પ્રાચીન જીન RdRpની ધરતી પરના અસ્તિત્વ અંગે અભ્યાસ હાથ ધરાઇ રહ્યો છે અને તે માનવજાત માટે કેટલો હાનિકારક છે તે અંગે પણ વિશ્લેષણ કરવામાં આવશે.

RNA વાઈરસ DNA કરતાં ઝડપી ગતિએ વિકસે છે

વર્ષ 2012માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ અનુસાર વિશ્વભરમાં લાખો વાઈરસ મળી આવે છે જેમાંથી સેંકડો વાઈરસો માનવજાતમાં ફેલાઇ શકે છે તેમજ તેને નુકસાન પહોંચાડી શકે છે.

જુલાઇ મહિનામાં વિજ્ઞાનીઓને અગાઉ ક્યારેય ના શોધાયેલા અતિ પ્રાચીન 30 વાઈરસ મળી આવ્યા હતા જે RNA વાઈરસ મળ્યા છે તે ખાસ કરીને માણસમાં કોવિડ-19થી લઇને, શરદી જેવા સામાન્ય રોગના ફેલાવા માટે જવાબદાર છે. તે ઉપરાંત તે છોડ અને પ્રાણીઓને પણ અસર કરી શકે છે. RNA વાઈરસ DNA વાઈરસ કરતાં ઝડપી ગતિએ પ્રસરે છે અને વિકસે છે.