દિલ્હીની હોસ્પિટલોમાં 27 ટકા બાળકો દાખલ, જો તમારા બાળકને પણ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન છે તો સાવચેત રહેજો

 • એક સર્વે મુજબ 10 માંથી 2 બાળકો હાયપર ટેન્શનની સમસ્યાથી પીડાતા હોય છે.
 • આપણા દેશમાં 1 થી 19 વર્ષની વયના 50 હજારથી પણ વધુ બાળકો કેન્સરની સમસ્યાથી પીડાય છે.

દેશમાં ફરી એકવાર કોરોનાના ચેપથી પીડિત લોકોની સંખ્યા વધી રહી છે અને આ વખતે બાળકો પણ તેના શિકાર બની રહ્યા છે. દિલ્હીમાં કોરોના એપ અનુસાર કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓમાં 27 ટકા બાળકો છે. આમાંના ઘણા બાળકો કોમોર્બિડિટીઝથી પીડિત છે એટલે કે તે પહેલાથી જ ડાયાબિટીઝ, હાયપરટેન્શન અને અન્ય રોગોથી પીડિત છે. બાળરોગ ચિકિત્સકો માને છે કે, કોરોનાને હળવાશથી લેવો જોખમી સાબિત થઇ શકે છે અને તેમાં પણ ખાસ કરીને કોમોર્બિડિટીઝવાળા બાળકો માટે.

ચાલો પહેલા આ આંકડાઓ પર એક નજર કરીએ અને પછી આગળ વાત કરીએ

 • 66.11 ટકા બાળકો ડાયાબિટીસના દર્દી છે
 • ધ ઇન્ડિયન જે ઍન્ડોક્રીનલ મેટાબ, 2015માં પ્રકાશિત સંશોધન અનુસાર ભારતમાં ટાઇપ-1 ડાયાબિટીસ મેલીટસ (T1DM) ધરાવતા લગભગ 97,700 બાળકો છે. આ સાથે જ ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
 • પૈન ઇન્ડિયા 2015ના સર્વે અનુસાર 66.11 ટકા બાળકોના શરીરમાં સુગરનું સ્તર અનિયંત્રિત હતું.

10માંથી 2 બાળકોને હાઈપરટેન્શન હોય છે

2019ના એક સર્વે મુજબ હરિયાણા, ગોવા, ગુજરાત અને મણિપુરમાં દર 10માંથી બે બાળકો હાઇપરટેન્શનથી પીડાય છે. વર્ષ 2013માં એઈમ્સના રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, દિલ્હીની શાળાઓમાં 3-4 ટકા બાળકો હાઈપરટેન્શનથી પીડિત છે.

50,000થી વધુ બાળકોને કેન્સર છે

ઈન્ડિયન કેન્સર સોસાયટી મુજબ ભારતમાં 1 થી 19 વર્ષની વયના 50 હજારથી વધુ બાળકોને કેન્સર છે. આ સાથે જ કેન્સરનું નિદાન થયું હોય તેવા 40 ટકા બાળકો કુપોષિત છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને ભારતીય બાળરોગ ચિકિત્સકોએ ચેતવણી આપી છે કે, બાળકોમાં કોરોનાને હળવાશથી ન લઈ શકાય, આપણે રસીકરણ અભિયાનને વેગ આપવાની જરૂર છે.

શું બાળકોને ચેપ લાગવો જોખમી હોય શકે છે ?

એપોલો હોસ્પિટલ્સના પીડિયાટ્રિક ડૉક્ટર દીપા ભટનાગરનું કહેવું છે કે, વાયરસને હળવાશમાં જરાપણ ના લેવો જોઈએ. આવનાર સમયમાં બાળકોમાં કોરોનાનો ગંભીર પ્રકારનો ચેપ જોવા મળી શકે છે. તેથી આપણે સતર્ક રહેવું પડશે. કોમોર્બિડિટી એટલે કે ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદયને લગતી બીમારીઓથી પીડાતા બાળકોને કોરોનાનો ગંભીર પ્રકારનો ચેપ લાગવાનો ખતરો હોય શકે છે. જોકે, ત્રીજી લહેર દરમિયાન કોરોનાને કારણે જે મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ એવા દર્દીઓનો સમાવેશ થાય છે જેમને પહેલાથી જ ડાયાબિટીસ, મેદસ્વીપણું, બીપી અથવા હૃદય સંબંધિત કોઈ બીમારી હતી.

હવે જાણી લો કે, જો તમારા બાળકને ડાયાબિટીસ, બીપી કે હૃદયને લગતી કોઈ બીમારી હોય તો તમે તેને કેવી રીતે ઓળખી શકો છો?

બાળકોના રસીકરણના ડેટા પર પણ એક નજર ફેરવીએ

બાળકોમાં કોરોનાનો ચેપ વધવા પાછળનું એક કારણ ધીમી ગતિએ રસીકરણ પણ કહેવામાં આવી રહ્યું છે. લોકોનું એવું માનવું છે કે, હજુ સુધી ઘણા બાળકોને રસી આપવામાં આવી નથી, તેથી તે સંક્રમિત થઈ રહ્યા છે.

કોવિન ડેશબોર્ડ મુજબ

 • 12-14 વર્ષની વય જૂથના 2.41 કરોડથી વધુ બાળકોને કોર્બેવેક્સ ડોઝ આપવામાં આવ્યા છે.
 • 15-18 વર્ષની વય જૂથના 9.81 કરોડથી વધુ બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

જો તમારા બાળકને પહેલાથી જ કોઈ બીમારી છે એટલે કે તેને ડાયાબિટીસ કે બીપી જેવી સમસ્યા છે તો તમે તેને કોરોનાથી કેવી રીતે બચાવી શકો છો તે જાણવા માટે નીચેની ટિપ્સ વાંચી લો.

બાળકોમાં ફેલાયેલા કોરોના સંક્રમણ વિશે નિષ્ણાંતોનો મત શું છે? એ પણ જાણો.

એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું- ​​​​​​​

 • બાળકોના માતા-પિતાએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી.
 • છેલ્લી લહેરમાં જોવા મળ્યું છે કે ચેપગ્રસ્ત બાળકોમાં કોરોનાના હળવા લક્ષણો હોય છે.
 • બાળકો કોરોનાના ચેપથી ખુબ જ ઝડપથી રિકવર થઈ જાય છે.
 • વેકસીન માટે પાત્રતા ધરાવતા બાળકોએ વેક્સીન ભૂલ્યા વગર લઇ લેવી.

એપિડેમિયોલોજિસ્ટ ડો.ચંદ્રકાન્ત લહરિયાના જણાવ્યા અનુસાર-

 • પુખ્ત વયના લોકોની જેમ બાળકોમાં પણ કોરોનાના ચેપનો ખતરો રહે છે.
 • બાળકોમાં કાં તો હળવા લક્ષણો હોય છે અથવા કોઈ લક્ષણો હોતા નથી.

ICMR ના એડીજી સમીરન પાંડાએ જણાવ્યું હતું કે

 • પુખ્ત વયના લોકોની જેમ 1-17 વર્ષના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.
 • બાળકોમાં ગંભીર બીમારી અથવા મૃત્યુનું જોખમ ઓછું હોય છે.
 • બાળકોએ શાળાઓમાં પોતાનુ ભોજન શેર કરવુ જોઈએ નહીં.
 • શાળાઓમાં માસ્ક અને કોવિડ પ્રોટોકોલનું પાલન થવુ જોઈએ.

આ તે બાળકોની વાત છે કે, જેમને પહેલાથી જ ડાયાબિટીસ, થાઇરોઇડ અને હાયપરટેન્શન જેવી બીમારીઓ છે. હવે જો વાત કરીએ એવા બાળકોની કે જેમને કોઈ જ બીમારી નથી પરંતુ, કોરોનાકાળમાં આવી બીમારીનું જોખમ ના રહે, તે માટે માતા-પિતાએ સમયાંતરે બાળકોની તપાસ કરવી જોઈએ.

 • બાળકના લોહીમાં શુગર લેવલ વધવા માટે પેરેન્ટ્સે સમયાંતરે તપાસ કરવી જોઈએ.
 • જન્મથી જ થાઇરોઇડના લક્ષણો દેખાવા લાગે છે,જો ઘરમાં કોઇને થાઇરોઇડ હોય તો બાળકની નિયમિત તપાસ કરાવો.
 • જો બાળકને કોઈ એલર્જીક રોગ હોય અને તે અસ્થમામાં ના ફેરવાય તો તેના માટે બચાવ કરતા રહો.