માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ હવેથી બંધ થઈ ગયા છે.તેની જગ્યા એ નવા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આવી ગયા છે.

મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ હવેથી બંધ થઈ ગયા છે તેની જગ્યાએ નવા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આવી ગયા છે. તો આપનું મા વાત્સલ્ય અથવા અમૃતમ કાર્ડ ચાલુ હશે, તો તમે આ નવું કાર્ડ મેળવી શકશો. અને જો મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ Expired થઈ ગયું હશે તો આપે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો ઓનલાઇન કોમ્પ્યુટરાઈઝ દાખલો રૂપિયા ચાર લાખથી ઓછી આવકનો કાઢી લેવાનું રહેશે અને જે સભ્યોના રેશનકાર્ડમાં નામ નથી તેઓના નામ ઉમેરી રેશનકાર્ડ માં જેટલા વ્યક્તિ હશે તેટલા લોકોના આ નવા કાર્ડ નીકળશે જે માટે નીચેના ડોક્યુમેન્ટ આપે સાથે રાખી લઈ જવાનાના રહેશે

1 આવકનો દાખલો
૨ રેશનકાર્ડ
૩ આપનું આધાર કાર્ડ
૪ મોબાઇલ નંબર
5 જે વ્યક્તિનું કાર્ડ કાઢવાનું છે તે વ્યકિત રૂબરૂ સાથે લઈ જવાના રહેશે

નોંધ … કુટુંબના મુખ્ય વ્યક્તિનું પ્રથમ કાર્ડ કરવું ફરજિયાત છે ત્યારબાદ જ બીજા સભ્યોના કાર્ડ નીકળશે….
*🙏કાર્ડ નીકળવા માટે તમારા નજીક ના સરકારી દવાખાનાનો સંપર્ક કરો🙏*
: