વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે QUAD સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થયા હતા. તેઓ સોમવારે સવારે ટોક્યો પહોંચ્યા હતા. અહીં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ મોદી-મોદીના નારા પણ લગાવ્યાં હતાં. વડાપ્રધાન મોદી મંગળવાર સાંજ સુધી જાપાનમાં રોકાવાના છે.

જાપાનની 40 કલાકની મુલાકાત દરમિયાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને મળશે. ટોક્યોમાં તેમના 40 કલાકના રોકાણ દરમિયાન મોદી જાપાનના 35 બિઝનેસ લીડર્સ અને CEOને પણ મળશે. આ દરમિયાન તેઓ 23 બેઠકોમાં ભાગ લેશે.

જાપાનના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. ત્યારે તેમણે કહ્યું છે કે, ‘આ વર્ષે માર્ચમાં કિશિદા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ટોક્યોની અમારી મુલાકાત દરમિયાન અમે ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અંગે ચર્ચા કરીશું.’

મોદી-બાઇડન રશિયા-યુક્રેન મુદ્દે વાત કરશે
ક્વોડ મીટિંગ સિવાય નરેન્દ્ર મોદી અને યુએસના પ્રમુખ જો બાઇડન ટોક્યોમાં દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે.

PM મોદીનો 23 મેનો કાર્યક્રમ

 • પીએમ મોદી જાપાન પહોંચશે
 • NEC કોર્પોરેશનના ચેરમેન સાથે બેઠક
 • UNIQLOના અધ્યક્ષ સાથે મુલાકાત
 • સુઝુકી મોટર્સના સલાહકાર સાથે મુલાકાત
 • સોફ્ટબેંક ગ્રુપના પ્રમુખ સાથે મુલાકાત
 • ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક પાર્ટનરશિપ લોન્ચ
 • જાપાનીઝ બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ
 • જાપાનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત

PM મોદીનો 24 મેનો કાર્યક્રમ

 • QUAD સમિટમાં હાજરી આપશે
 • જાપાનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લેશે
 • જાપાનના પીએમ દ્વારા આયોજિત ક્વાડ લંચમાં હાજરી આપશે
 • યુએસએના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત
 • ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત
 • જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે મુલાકાત
 • જાપાન-ભારત એસોસિએશનના અધ્યક્ષ સાથે મુલાકાત
 • જાપાનના વડાપ્રધાન સાથે ડિનર કરશે
 • દિલ્હી જવા રવાના થશે