ફરી ભાવુક થયો કોહલી:RCBની કેપ્ટનશિપ છોડતા ભાવુક થયો વિરાટ

વિરાટે કહ્યું- મને ક્યારેય એવું લાગ્યું નથી કે મને મારા ચાહકોનો સપોર્ટ નથી મળી રહ્યો

વિરાટ કોહલીએ IPL 2021ના બીજા ફેઝ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ઇન્ડિયન પ્રીમીયર લીગ સિઝન હશે. આ ઉપરાંત વિરાટ કહી ચૂક્યો છે કે જ્યાં સુધી તે IPL માં રમે છે, તે માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી જ રમશે.

RCBને એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ વિરાટની કેપ્ટનશીપમાં RCB ટાઇટલ જીતવાનું સપનું પણ વિખેરાઇ ગયું. RCB એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિરાટે RCB સાથે કેપ્ટનશીપ અને સૌથી યાદગાર ક્ષણો વિશે વાત કરી છે.

આરસીબીએ મને આપેલી તકો માટે હું તેનો આભારી.

વિરાટે આ વીડિયોમાં કહ્યું, ‘આ મારા માટે ઈમોશનલ સમય છે, કારણ કે મેં લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી ટીમનું નેતૃત્વ કર્યું છે. મેં ટીમને ટાઇટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યે તે બની શક્યું નહીં, પરંતુ જીવન આના જેવું છે.

મને કોઈ ફરિયાદ નથી, આરસીબીએ મને આપેલી તકો માટે હું તેનો આભારી છું. હું ખુશ છું કે હું ટીમને બધું આપી શક્યો, જે પણ આપવા માટે હું સક્ષમ હતો. RCB માટે કેપ્ટન તરીકે હું જે પણ કરી શક્યો છું તેના માટે હું ખુશ છું.

ક્યારેય એવું લાગ્યું નથી કે મને ચાહકોનો સપોર્ટ નથી મળી રહ્યો
RCB સાથેની સૌથી યાદગાર ક્ષણ અંગે વિરાટે કહ્યું, ‘જ્યારે તમે બેસો છો, ત્યારે તમે તે મેચો વિશે વિચારો છો જેમાં અમે મજબૂત રીતે વાપસી કરી. જે મેચો જેમાં અમે મુશ્કેલ પરિસ્થિતિમાં વાપસી કરી અને પાછા આવ્યા અને જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું, ખાસ કરીને બેંગ્લોરમાં રમાયેલી મેચોમાં, જે અમે જીતી. કેપ્ટન તરીકે જ્યારે તમે જોશો કે ખેલાડીઓમાં વિશ્વાસ છે કે તે મેચ જીતશે, તે સૌથી અદ્ભુત લાગણી છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે મને મારા ચાહકોનો સપોર્ટ નથી મળી રહ્યો.

Tweet by Royal Challengers Bangalore.png

વિરાટે કહ્યું, ‘તમામ કોચ, સ્ટાફ, ત્યાં સુધી કે ટોચના મેનેજમેન્ટે પણ સંપૂર્ણ સપોર્ટ આપ્યો. જ્યારે અમે ટ્રોફી ન જીતી શકીએ ત્યારે પણ સીનિયર મેનેજમેન્ટ તરફથી ક્યારેય દબાણ અનુભવ્યું નથી. એ કારણે હું હંમેશા કહું છું કે આ ફ્રેન્ચાઇઝી સાથેની મારી લોયલટી તદ્દન અલગ છે.