કોલસા માં હાથ કાળા : સરકારો અને કેન્દ્ર સામે આવી ગયા.

પૂરતા પ્રમાણમાં વીજળી કરી હોય તે મને વિનંતી કરે :ઉર્જા મંત્રી દેશની જરૂરિયાતનો ૨૪ દિવસ ચાલે એટલો‌ કોલસાનો જથ્થો :કોલસામંત્રી

‌ રાજ્ય સરકારોએ થર્મલ પાવર સ્ટેશન માટે કોલસાનો જથ્થો ખૂટી રહ્યાની ફરિયાદો કેન્દ્ર સરકારને કર્યા બાદ રવિવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિહ એ જણાવ્યું હતું કે , કોલસાની અછત અંગે રાજ્ય સરકારો દ્વારા ખોટા ભય ફેલાવવામાં આવી રહ્યા છે. દેશ પાસે પૂરતા પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ છે અને સામે આખા દેશની વિજળી પુરી પાડી રહ્યા છીએ.

જે રાજ્યને વીજળીની જરૂર હોય તે અમને વિનંતી મોકલે અને અમે તેમને વીજળી પુરવઠો પૂરો પાડીશું.તાતા પાવર અને ગેઈલ‌ દ્વારા ફેલાવવામાં આવી રહેલા બેજવાબદાર નિવેદનોના કારણે ભય‌ માહોલ સર્જાયો છે. દિલ્હી માં પણ ખોટી રીતે ભય ફેલાવવામાં આવી રહ્યું છે. દિલીપ પાસે હજુ ચાર દિવસ ચાલે એટલો‌ કોલસો ઉપલબ્ધ છે અને દિલ્હીને ટૂંક સમયમાં કોલસાનો પુરવઠો મળશે.

દિલ્હીમાં કોઈ વીજકાપ લદાવા જઈ રહ્યો નથી. ઘરેલુ અને આયાતી કોલસાનો પુરવઠો કિંમત ની પરવા વિના અવિરત રીતે જારી છે. કોઈપણ સંજોગોમાં ગેસનો પુરવઠો પણ ખૂટી જવાનો નથી. રવિવારે આર કે સિંહ તેમના મંત્રાલયના અધિકારીઓ , તાતા પાવર અને ગેઈલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

કોલ ઇન્ડિયા પાસે હાલ 430 લાખ ટન કોલસાનો જથ્થો ઉપલબ્ધ: કોલસા મંત્રાલય

કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું હતું કે દેશમાં વીજ સંકટ સર્જાવાની કોઈ સંભાવના નથી કોલ ઇન્ડિયા પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસાનો અંત આવતા જ કોલસાના પુરવઠામાં વધારો થશે. કોલ ઇન્ડિયા પાસે અત્યારે ૪૩૦ લાખ ટન કોલસાનો જથ્થો છે જે દેશની જરૂરિયાત ૨૪ દિવસ સુધી પૂરી કરી શકે છે. પાવર સ્ટેશન નો દરરોજ કોલસાનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. કોલસા મંત્રાલય જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં વીજ ઉત્પાદનમાં ૨૪ ટકાનો વધારો થયો છે.